બસ સાથે અથડાઈ કાર, લાગી ભીષણ આગ, ચાર લોકો જીવતા સળગી ગયા

ગુજરાત
ગુજરાત

મથુરાના મંત વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે માઇલ સ્ટોન 117 પર બસ અને કારમાં અચાનક આગ લાગી હતી. મુસાફરોએ ઝડપથી બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. કારમાં સવાર ચાર લોકો જીવતા સળગી ગયા હતા. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવામાં આવી છે. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.

આજે વહેલી સવારે મહાવન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના માઇલ સ્ટોન 117માં એક બસ અને કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. બસના મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. કહેવાય છે કે કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. કારમાં સવાર ચાર લોકો જીવતા સળગી ગયા હતા.

SSC શૈલેષ કુમાર પાંડેના જણાવ્યા અનુસાર આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે. કારમાં ચાર લોકોના મૃતદેહ દેખાય છે. પાંચમી બોડી કારની અંદર હોઈ શકે છે. પરંતુ, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.