દરિયાકાંઠા વિસ્તારમાંથી પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાંથી 44.85 લાખનો બિનવારસી ચરસનો જથ્થો ઝડપ્યો

ગુજરાત
ગુજરાત

દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતા અગાઉ ઝડપાયેલા તોતિંગ ડ્રગ્સ બાદ આજરોજ ચઢતા પહોરે પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂપિયા 44.85 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જો કે આ માદક પદાર્થ મંગાવનારા તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે SOG પોલીસે ધોરણસર ફરિયાદ નોંધી છે.

પોલીસને પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપળ્યું: પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગતરાત્રિના પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન દ્વારકા વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતેની એક હોટલ નજીકના બીચની સામેના દરિયાકાંઠા નજીક પહોંચતા રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે પોલીસને એક પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપળ્યું હતું. પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતું.

897 ગ્રામ ચરસનો જથ્થો પોલીસે કબજે કર્યો: SOGના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં આ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું 897 ગ્રામ ચરસ પોલીસે કબજે લીધું હતું. આ ચરસની કિંમત 44,85,000 ગણવામાં આવી છે. જો કે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળી આવ્યો ન હતો. આ અંગેની પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સ દ્વારા આ ચરસનો જથ્થો મંગાવી અને પોલીસના ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાના બીકે ચરસનો આ જથ્થો દરિયામાં અથવા દરિયાકાંઠે બિનવારસુ હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.

દ્વારકા પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો: આમ, આશરે રૂપિયા 45 લાખ જેટલી કિંમતનો 897 ગ્રામ ચરસનો જથ્થો પોલીસે કબજે લઈ અને આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સ સામે SOGના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયાએ દ્વારકા પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ દ્વારકાના પી.આઈ. ટી.સી. પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.