સાપુતારાના ઘાટ માર્ગ પર અકસ્માતમાં 4 લોકોના મોત

ગુજરાત
ગુજરાત

સાપુતારાના ડાંગ વિસ્તારમાં મોટા અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ માર્ગમાં ગંભીર અકસ્માત બન્યો છે. આ વચ્ચે લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતા કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જેના હેઠળ કારમાં સવાર 4 લોકોના મોત થયા છે.આ અંગેની માહિતી અનુસાર, સાપુતારાના ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત બન્યો છે. જેમાં લાકડા ભરેલી ટ્રક ત્યાંતી પસાર થઈ રહેલી કાર પર પલટી જતા અકસ્માત બન્યો છે. આ દરમિયાન કારમાં સવાર ચાર વ્યક્તિના મોત થયાનું જાણવા મળ્યું છે.

આ પછી ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઠવાની કામગીરી શરૂ કરી છે. જેની સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.