રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 34.38 ટકા મતદાન, ડાંગ અને તાપીમાં સૌથી વધુ મતદાન

ગુજરાત
ગુજરાત

ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022)ના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે.પ્રથમ તબક્કાના 19 જિલ્લામાં દર કલાકે મતદાનની નવી વિગત નીચે આપવામાં આવેલા કોષ્ટક થકી જાણી શકાશે.

પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.

પ્રથમ તબક્કાની હાઈપ્રોફાઈલ બેઠકોની વાત કરીએ તો, જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા, જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયા, મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, વરાછા વિધાનસભા બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કતારગામ બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પોતાની કિસ્મત અજમાવવા જઈ રહ્યાં છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.