સુરત : એરપોર્ટ પરથી ૫૦૦ ગ્રામ સોના સાથે એક ઝડપાયો.
સુરતઃ એરપોર્ટ પર દાણચોરીનો વધુ એક કેસ હાથ લાગતા કસ્ટમ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. સોનાની દાણચોરી કરતા વધુ એકને ઝડપી પાડ્યો છે. બાદમાં તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુરત કસ્ટમ વિભાગે શારજાહ ફ્લાઈટમાં આવેલા ગણેશ વાલોદ્રા પાસેથી ૨૦ લાખનો મુદ્દામાલ મળી આવતા તેની તપાસ હાથ ધરાઈ છે. સુટકેસના કવરમાં છુપાયેલા વરખ સ્વરૂપમાં સોનું મળી આવતા દાણચોરોની નવી નવી તરકીબો બહાર આવી રહી છે. કસ્ટમ અધિકારીઓની તપાસમાં ગણેશ પાસેથી ૫૦૦ ગ્રામ જેટલું સોનુ મળી આવ્યું છે. એટલું જ નહીં પણ ગણેશ જેવા અનેક યુવાનો દાણચોરીને વ્યવસાય બનાવી ચુક્યા હોય એ વાતને નકારી શકાય નહીં.