સુરક્ષા : IBએ સંસદીય સમિતિને કહ્યું- ઘણા રાજ્યોની ગુપ્તચર એજન્સી સૂચના આપવામાં ખચકાય છે, દરેક જિલ્લામાં નેટવર્ક હોવું જરૂરી
નવી દિલ્હીઃ ઈન્ટેલિજેન્સ બ્યૂરોના જણાવ્યા પ્રમાણે, દેશમાં ઘણા રાજ્ય એવા છે જે મલ્ટી એજન્સી સેન્ટર સાથે ગુપ્ત માહિતી કે સૂચના આપવામાં કતરાય છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ માહિતી આઈબી ડાયરેક્ટરે એક સંસદીય સમિતિને આપી હતી. આઈબીના જણાવ્યા પ્રમાણે, માહિતી ન આપવાની ઘણી એવી ઘટનાઓ પણ સામે આવી છે. આંતરિક સુરક્ષા આપવા માટે આ ગુપ્તચર એજન્સીઓએ જિલ્લા સ્તર પર યૂનિટ તૈયાર કરવાનું પણ સૂચન કર્યું હતુંમોટાભાગના રાજ્યો સહયોગ કરે છેરાજ્યસભામાં સંસદીય સમિતિનો આ રિપોર્ટ રજુ કરાયો છે. જેમાં IB ચીફના સૂચનોને સામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ‘જ્યારે IB ચીફને રાજ્યો તરફથી મળતી સૂચનાઓ અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, મોટાભાગના રાજ્ય આ મામલામાં મેકને સૂચનાઓ આપે છે. જો કે ઘણી ઘટનાઓ એવી પણ છે જ્યાં ઘણા રાજ્યોની ગુપ્તચર એજન્સી માહિતી આપવામાં ખચકાય છે.’દેશની આંતરિક સુરક્ષામાં આઈબીનો મહત્વનો ભાગ છે. જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. જેની સૂચનાઓના આધારે જ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ કામ કરે છે.સમિતિએ ગંભીર સવાલ કર્યારિપોર્ટના જણાવ્યા પ્રમાણે, સમિતિએ અનુભવ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં રાજ્યોની ગુપ્તચર એજન્સી મેકને મળતી સૂચનાઓમાં ઘટાડો થયો છે.આ વખતે પેનલમાં આઈબી અને મેકની કાર્ય પ્રણાલી પર વિસ્તારમાં માહિતી આપી છે. મેક દિલ્હીમાં કામ કરે છે. આ સેન્ટમાં કુલ 28 સભ્ય છે. જેમાં આતંકવાદ સાથે સંબંધિત માહિતી આવે છે અને કાવતરાંને નિષ્ફળ કરવાની રણનીતિ બનાવવામાં આવે છે. સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે જ રાજ્યોને પણ માહિતી આપવામાં આવે છે. દરેક રાજ્યમાં મેકની શાખા છે.દરેક જિલ્લામાં યુનિટ તૈયાર કરવાની સલાહઆંતિરક ગુપ્તચર તંત્રને મજબૂત કરવા માટે હોમ મિનિસ્ટ્રી દેશના દરેક જિલ્લામાં ઈન્ટેલિજેન્સ યૂનિટ તૈયાર કરવા જઈ રહી છે. મેક રોજ ગુપ્તચર સૂચનાઓની સમીક્ષા કરે છે. ત્યારબાદ કાર્યવાહી પર નિર્ણય લેવામાં આવે છે. જો કોઈ ચોક્ક ગુપ્ત માહિતી મળે તો તેના સાથે સંબંધિત રાજ્ય અથવા સુરક્ષા એજન્સી તાત્કાલિક આપવામાં આવે છે. દર સપ્તાહે NSA ગુપ્ત સૂચનાઓની ઉચ્ચ સ્તરે સમીક્ષા કરે છે. આ ઉપરાંત આઈબી સેનાની ઈન્ટેલિજેન્સ યૂનિટના પ્રમુખો સાથે દર પંદર દિવસે મિટિંગ કરે છે. જેમાં મોટાભાગે સરહદી રાજ્યોની સુરક્ષા સ્થિતિનો રિપોર્ટ રજુ કરવામાં આવે છે.સાથી દેશોનો પણ સહયોગસેના અને IBની સમીક્ષામાં જો કોઈ કંઈક એવું હોય જે સાથી દેશ માટે જરૂરી હોય તો તેને પણ સૂચના આપવામાં આવે છે. સમિતિએ અનુભવ્યું કે, દેશમાં IB, રો, CAPF, આર્મી અને રાજ્ય ગુપ્તચર એજન્સી છે. સૌથી જરૂરી વાત આ તમામની વચ્ચે સર્વશ્રેષ્ઠ સમન્વય તૈયાર કરવાનો છે. જેથી ચોક્કસ અને કાર્યવાહી કરવા લાયક સૂચનાઓ મેળવી શકાય.