
વલસાડ : ભારતીય ચલણના સિક્કા ભરેલી બોલેરો સાથે બે ઝડપાયા, ૧૩.૮૦ લાખના ચલણી સિક્કા મળ્યા
વલસાડના ધરમપુર ચોકડી ખાતેથી ભારતીય ચલણના સિક્કા ભરેલી બોલેરો ઝડપી પાડવામાં આવી હતી. સાથે જ બે યુવકેની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભરતીય ચલણના સિક્કાને ઓગાળવાનું કૌભાંડ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
વલસાડના ધરમપુર ચોકડી ખાતે આર.આર. સેલ દ્વારા બોલેરો(GJ-05-JL-9897) અટકાવી હતી. તપાસ કરતા ૬૯ કોથળીમાં ભેરલા ભારતીય ચલણના સિક્કા જેની કિંમત ૧૩,૮૦,૦૦૦ મળી આવ્યા હતા. જેથી પોલીસે સુરતના પિન્ટુ વસંતલાલ કાચેલા (ઉંમર વર્ષ ૪૨) અને દત્તાત્રેય શિવાજી ભાભરે (ઉમર વર્ષ ૩૦ રહે દસ્તાન ગામ ધુલિયા મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા. પરચુરણ વિશે યોગ્ય પુરાવા રજૂ ન કરતા આર.આર.સેલ ની ટીમે ૪૧/૧(ડી) મુજબ બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. હાલ સિક્કા ઓગાળવાના કૌભાંડની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, વધુ તપાસ પોલીસ કરી રહી છે.