રામજન્મ ભૂમિ ટ્રસ્ટના ૧૫માં સભ્ય તરીકે પૂર્વ કેબિનેટ સચિવ નૃપેન્દ્ર મિશ્રનું નામ નક્કી, ૫ વાગે બેઠકમાં નિર્ણય લેવાશે

ગુજરાત
ગુજરાત

લખનઉઃ સુપ્રીમ કોર્ટના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પહેલી બેઠક યોજાશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઇને કામ પૂર્ણ થવા સુધીની તમામ વાતો પર વિચાર કરવામાં આવશે. લોકો દ્વારા દાનની રકમ લેવા અંગેના મુદ્દે પણ નિર્ણય થઇ શકે છે જેથી ભવિષ્યમાં કોઇ વિવાદ ન થાય. સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરે મંદિર નિર્માણના પક્ષમાં ચૂકાદો આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ અને તેના વિશે રૂપરેખા તૈયાર કરવા માટે એક ટ્રસ્ટ બનાવવાનું કહ્યું હતું. તેના પહેલા ટ્રસ્ટી કે. પરાસરન છે.આ પહેલાં મંગળવારે યુપી સરકારે ચોથા બજેટની જાહેરાત કરી હતી. અયોધ્યામાં એરપોર્ટ બનાવવા માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અયોધ્યાને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની રકમ પણ નક્કી કરવામા આવી છે. મંદિરનું એક મોડલ વિશ્વ હિન્દુ પરિષદ પાસે પહેલેથી છે. આજની બેઠકમાં અન્ય કોઈ મોડલ વિશે પણ વિચાર કરવામાં આવી શકે છે.૧૫માં સભ્ય તરીકે પૂર્વ કેબિનેટ સચિવ નૃપેન્દ્ર મિશ્રનું નામ નક્કીટ્રસ્ટના ૧૫માં સભ્ય તરીકે પૂર્વ કેબિનેટ સચિવ નૃપેન્દ્ર મિશ્રનું નામ નક્કી માનવામાં આવે છે. આ જગ્યા માટે પૂર્વ આઈએએસ દીપક સિંઘલનું નામ પણ રેસમાં હતું. ભાસ્કર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ જ્ઞાનેશને પણ ટ્રસ્ટનું મેમ્બર બનાવવાનું નક્કી માનવામાં આવે છે. તે સરકાર તરફથી ટ્રસ્ટના નક્કી કરેલા સભ્ય બનશે. ૯માં અને ૧૦માં સભ્યો તરીકે વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાય અને નૃત્ય ગોપાલ દાસનું નામ પણ નક્કી માનવામાં આવે છે.૧૫માં સભ્યનું હિન્દુ હોવુ જરૂરીબેઠકમાં બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેનની નિમણૂક કરશે. ચેરમેન જ ૧૫માં સભ્યનું નામ નક્કી કરશે. ચેરમેન રામ મંદિરના વિકાસ અને પ્રશાસન સાથે જોડાયેલા મુદ્દાઓ માટે ૧૫માં સભ્યની પસંદગી કરશે અને આ સભ્યનું હિન્દુ હોવુ જરૂરી છે.૧૩માં સભ્ય તરીકે ડીએમ અનુજ કુમારનું નામઅયોધ્યાના હાલના ડીએમ અનુજ કુમારનું સભ્યપદ હિન્દુ હોવાના કારણે પાક્કુ છે. ૧૨માં અને ૧૩માં મેમ્બર માટે કેન્દ્ર અને રાજ્યથી અધિકારીઓના નામનું સજેશન હજી બાકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટના ૧૩માં સભ્ય તરીકે ઉત્તર પ્રદેશના અપર મુખ્ય સચિવ ગૃહ અવનીશ અવસ્થીના નામનું સૂચન કરવામાં આવશે તે નક્કી છે.નિર્માણ કાર્ય દરમિયાન પ્રતિમાઓ ક્યાં મુકવામાં આવશેટ્રસ્ટની બેઠકમાં શિલાન્યાસના મુહૂર્તથી લઈને નિર્માણ કાર્ય પૂરુ થાય ત્યાં સુધીની સમયસીમા નક્કી કરવામાં આવી શકે છે. નિર્માણ કાર્ય દરમિયાન રામલલ્લાની મૂર્તિ ક્યાં રાખવી તે વિશે પણ ચર્ચા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે સુવિધા જેવી કે, પાર્કિંગ, સુરક્ષા, પરિક્રમા, અન્નક્ષેત્ર, રસોઈ,શૌચાલય, પ્રદર્શની, સંગ્રહાલય અને યાત્રીઓ રોકાઈ શકે તેવી મહત્વની વાતો પણ આ બેઠકમાં ચર્ચાઈ શકે છે. ફંડ અથવા દાન લેવાના કોઈ યોગ્ય અને પારદર્શી મુદ્દાઓ વિશે પણ ચર્ચા થઈ શકે છે. ટ્રસ્ટનું એકાઉન્ટ કઈ બેન્કમાં ખોલી શકાય તે વિશે પણ નિર્ણય લેવામાંઆવી શકે છે. દાન આપનારને આવકવેરામાંથી છૂટની જોગવાઈ વિશે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.પરાશરનના ઘરમાં જ ટ્રસ્ટની ઓફિસસરકારે અસ્થાઈ રીતે ટ્રસ્ટની ઓફિસ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં બનાવી છે. આ હિન્દુ પક્ષના વકીલ પારાશરનના ઘરે છે. ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો છે. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બર વિરુદ્ધ ૮૮ દિવસ પછી સરકારે રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની જાહેરાત કરી હતી. ૫ ફેબ્રુઆરીએ જાહેર શ્રીરામજન્મભૂમિ તીર્થ શ્રેક્ષ ટ્રસ્ટના ઉદ્દેશ અને લક્ષ્યમાં લખ્યું છે કે ટ્રસ્ટનો હેતુ શ્રીરામના જન્મસ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ અને તેની વ્યવસ્થા સંભાળવા-મંદિર નિર્માણના રસ્તામાં આવતી અડચણો દૂર કરવાનો છે.સ્ટ્રક્ચરનું ડિવાઈઝ અને એનાલિસિસ જરૂરઆર્કિટેક્ટ સુધીર શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે- રામ મંદિર નિર્માણ શરૂ કર્યા પહેલાં તે નક્કી કરવું જરૂરી છે કે વિશ્વ હિન્દુ પરિષદના મંદિર મોડલનું સ્ટ્રક્ચર એનાલિસિસ કરવામાં આવ્યું છે કે નહીં. સરયુ નદીના કિનારે મંદિરનું નિર્માણ થવાનું છે. તેથી જમીનની ભાર ક્ષમતાનું અધ્યયન થવું પણ જરૂરી છે. ત્યારપછી સ્ટ્રક્ચરની તૈયારી કરવી જોઈએ. આ વિસ્તાર ભૂકંપ ઝોન-૩માં આવે છે. જોકે મંદિરનો પાયો એટલે કે ફાઉન્ડેશન ખૂબ મજબૂત હોવુંજોઈએ.રામલલ્લાના એકાઉન્ટમાં ૧૧ કરોડથી વધારે રૂપિયાઅયોધ્યામાં વિરાજમાન રામલલ્લાના એકાઉન્ટમાં રૂ. ૨.૮૧ કરોડની કેશ, ૮.૭૫ કરોડની વધારાની કેશ સાથે ૨૩૦ ગ્રામ સોના, ૫૦૧૯ ગ્રામ ચાંદી અને ૧૫૩૧ ગ્રામ અન્ય ધાતુઓ છે. હાલ રામ લલ્લાના દર્શન સવારે ૭-૧૧ અને બપોરે ૧-૫ થાય છે. અત્યારે રોજ અંદાજે ૨૫ હજાર શ્રદ્ધાળુઓ આવે છે.ગૃહ વિભાગ હશે નોડલ એજન્સસુપ્રીમ કોર્ટે ૯ નવેમ્બરના આદેશમાં રામ મંદિર નિર્માણમાટે ટ્રસ્ટની સાથે સ્કીમ પણ બનાવવાનો આદેશ છે. કેન્દ્ર સરકારે ટ્રસ્ટ સાથે સ્કીમ બનાવી ટ્રસ્ટને સોંપી દીધી છે. આ માટે અંદાજે ૫૦ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેને લાગુ કરવા ઉત્તર પ્રદેશ સરકાર અયોધ્યા તીર્થ ક્ષેત્રે વિકાસ પરિષદ બનાવશે. યોગી સરકારની આગામી કેબિનેટમાં આ વિશે મંજૂરી મળવાનું નક્કી માનવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.