
રાજપીપળા : ધો-૧૦ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ૨ વિદ્યાર્થીઓનું બાઇક સ્લીપ થયુ, પરીક્ષા આપે તે પહેલા જ એક વિદ્યાર્થીનું મોત
રાજપીપળાઃ ધો-10ની બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા ભદામ ગામના 2 વિદ્યાર્થીઓ અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બાઇક સ્લીપ ખાઇ જતાં બંને વિદ્યાર્થીઓ નીચે પટકાયાભદામથી માંગરોળ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા બે વિદ્યાર્થીઓનું બાઇક ગુવાર ગામ પાસે સ્લીપ ખાઇ ગયું હતું. જેમાં એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ વિદ્યાર્થીનો માંગરોળ સ્કૂલમાં પરીક્ષા આપવાનો હતો. જોકે પરીક્ષા આપે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.એક વિદ્યાર્થીને ચક્કર આવતા હોસ્પિટલમાં દાખલગાડિત ગામનો ધો-10નો વિદ્યાર્થી રાજ મોવાસી વસાવા અચાનક બિમાર પડ્યો હતો. ઘરેથી 8:30 કલાકે પરીક્ષા આપવા જઇ રહ્યો હતો, ત્યારે અચાનક ચક્કર આવી પડી જતા રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.