મોડાસાઃપેટ્રોલપંપ પર ડીઝલ પૂરાવા મામલે ચાર જણે પંપ કર્મીઓને ફટકાર્યા
મોડાસાઃ મોડાસાના સહયોગ પેટ્રોલ પંપ પર શનિવાર મોડી સાંજે પીકઅપડાલામા ડીઝલ પૂરાવવા આવેલા ચાર શખ્સોએ ડીઝલ પૂરાવા બાબતે પેટ્રોલપંપના કર્મીઓ પર હુમલો કરી માર માર્યો હતો. અજાણ્યા શખ્સોએ પેટ્રોલપંપના એક કર્મીનો અપહરણ કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસને કરાતાં શખસો ડાલા સાથે ભાગી છૂટયા હતા. પોલીસે અજાણ્યા ચાર શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે શોધખોળ હાથ ધરી છે.મોડાસાની સહયોગ ચોકડી પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ ઉપર શનિવાર મોડી સાંજે 4 શખ્શો પીકઅપ ડાલુ લઈને આવ્યા હતા અને પેટ્રોલ પંપના કર્મી વિજયભાઈ રમણભાઈ કોટવાલને કહેવા લાગ્યા હતા કે ક્યારનો લક્ઝરીમાં ડીઝલ નાખે છે. પહેલા મારા ડાલામાં ડીઝલ નાખ તેમ કહેતા અન્ય કર્મચારી સુરેશભાઈ ધુળાભાઈ રાઠોડે કહ્યું હતું કે લક્ઝરીમાં ડીઝલ પૂરાઈ જાય પછી તમને ડીઝલ પુરી આપીએ છીએ તેમ કહેતાં અજાણ્યા શખ્સોએ અમૃતભાઈ દોલાભાઈ બામણીયાને મારમારી પાઇપો લઇ આવી કર્મીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી મિતેશભાઇ સુખાભાઈ પગીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. આ અંગે સુરેશભાઈ ધુળાભાઈ રાઠોડ( ઠાકોર ) રહે રમણા તા. – ધનસુરાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.