
મહારાષ્ટ્ર / ઔરંગાબાદમાં મહેસાણાવાસી કુરિયર કંપનીના મેનેજરની હત્યા
મુંબઈ: ગુજરાતની કુરિયર કંપનીમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે મેનેજર તરીકે કામ કરતા મૂળ મહેસાણાના પ્રકાશ જસવંતભાઈ પટેલ (34)ની ચાર જણે અત્યંત ક્રૂરતાથી હત્યા કરી છે. પોલીસ સીસીટીવી કેમેરાને આધારે હત્યારાઓને શોધી રહી છે. શુક્રવારે બપોરે ઔરંગાબાદ નગારખાના ગલી, ગુરુ મંડી નજીક કુરિયર કંપનીની ઓફિસમાં પ્રકાશ અને અન્ય બે જણ એમ ત્રણ જણ ઓફિસમાં હતા.