પોરબંદર / ગુજરાત પોલીસની પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટરે કોસ્ટ ગાર્ડની કામગીરીઓની તાલીમ લીધી

ગુજરાત
ગુજરાત

સમુદ્ર સંબંધિત વિષયો અને દરિયાકાંઠાની સુરક્ષાના વિષયો શીખવવામાં આવ્યા
 
પોરબંદરઃ ગુજરાત પોલીસના મહિલા સબ ઇન્સ્પેક્ટર આશા ગામીત ભારતીય કોસ્ટ ગાર્ડ  (ICG)માં તાલીમ મેળવનારા ગુજરાતના પ્રથમ મહિલા સબ ઇન્સ્પેક્ટર બન્યા છે. જેઓ ૧૩ પ્રોબેશનર્સ સબ ઇન્સ્પેક્ટરમાંથી એક છે. કોસ્ટ ગાર્ડની કામગીરી માટેની તાલીમ ગાંધીનગરમાં કોસ્ટ ગાર્ડ રિજન (NW) ખાતે ૨૩ જાન્યુઆરી ૨૦૨૦થી શરૂ કરવામાં આવી હતી. જેમાં સમુદ્ર સંબંધિત વિષયો અને દરિયાકાંઠાની સુરક્ષાના વિષયો શીખવવામાં આવ્યા હતા.
 
 
પહેલી વખતICG દ્વારા ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવી
 
બાદમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તાલિમાર્થીઓને પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ જિલ્લા હેડક્વાર્ટર નં. ૧ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજના પરિચય અને પરિચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ICG ઇ પોલીસ કર્મચારીઓને તાલીમ આપે છે પરંતુ પહેલી વખત ICG ગુજરાત પોલીસને તાલીમ આપવામાં આવી છે ICG ના વરિષ્ઠ અધિકારીઓ, તાલીમાર્થીઓ અને ગાંધીનગરનાSPનિ ઉપસ્થિતિમાં પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો એનાયત કરવા સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું.
આભાર – નિહારીકા રવિયા 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.