દિલ્હી :પોલીસે કહ્યું- 82 લોકો ગોળી વાગવાથી ઘાયલ, સ્થાનિક આરોપીઓએ બેરોજગાર યુવકોને હથિયાર વહેંચવા અને હિંસા માટે ઉશ્કેરયા
નવી દિલ્હી: દિલ્હી હિંસામાં 82 લોકોને ગોળી વાગી હતી તેમાંથી 21 લોકોના મોત થયા છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. મૃતકોમાં હેડ કોન્સ્ટેબલ રતન લાલ પણ સામેલ છે. તેમનું મોત સોમવારે થયું છે. પોલીસે અત્યાર સુધી મૃતકો અને ઘાયલો સહિત 250 લોકોની યાદી તૈયાર કરી છે. આ આંકડો જણાવે છે કે દર ત્રણમાંથી એક ગોળી વાગવાના કારણે ઘાયલ થયા છે. આ સંખ્યાથી પોલીસ તપાસ કરી રહી છે કે, કેટલા ઉપદ્રવીઓ પાસે બંદૂકો હતી.હિંસામાં ગુરુવાર સુધી મૃતકોની સંખ્યા 38 સુધી પહોંચી ગઈ છે. તેમાંથી 29 મૃતદેહોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. ગોળી વાગવાના કારણે ઘાયલ થયા સિવાય પીડિતોની યાદીમાંથી જાણવા મળે છે કે, આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે. અમુક લોકો પર એસિડ એટેક અને ચપ્પાથી હુમલો કરાયો છે. જ્યારે અમુક લોકોને ટિયર ગેસના કારણે ઈજા થઈ છે.સીનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસને હિંસા સ્થળેથી 350થી વધારે ઉપયોગમાં લેવામાં આવેલી કારતૂસ મળી છે. તપાસ દરમિયાન 0.32 મિમી, 0.9 મિમી અને 0.315 મિમી કેલિબરની કારતૂસ મળી આવી છે. ઘટના સ્થળેથી રમકડાવાળી બંદૂકની કારતૂસો પણ મળી છે.હિંસામાં સ્થાનિક ગુનેગારો પણ સામેલ હોવાની શક્યતાતપાસમાં સામેલ એક પોલીસ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, પોલીસને પૂરતા પુરાવા મળ્યા છે કે, સ્થાનિક ગુનેગારો જે પૂર્વમાં લૂંટ, સ્નેચિંગ, લૂંટફાટ જેવી ઘટનાઓમાં સામેલ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તે લોકો દારૂગોળાની ખરીદી અને વિતરણમાં સામેલ હતા. પોલીસે તેમના ઘર અને અન્ય જગ્યાએ દરોડા પાડવાની શરૂઆત કરી દીધી છે. તેમાંથી ઘણાં લોકો ભાગી ગયા છે.નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના નામે થયેલી હિંસા હવે અટકી છે. જોકે હજી અહીંના રસ્તાઓ પર તણાવનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુરુવાર રાત સુધીમાં અહીં હિંસામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો 38એ પહોંચી ગયો હતો, જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા છે. દિલ્હી પોલીસ અને સરકાર દ્વારા શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. ઉત્તર પૂર્વી વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરવા માટે પોલીસ તરફથી SIT બનાવવામાં આવી છે.અત્યાર સુધી 48 FIR દાખલ કરાઈ: દિલ્હી પોલીસદિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ માહિતી આપી છે કે, પોલીસે અત્યાર સુધીમાં 48 FIR દાખલ કરી છે અને 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારથી ત્રણ દિવસ સુધી સતત દિલ્હીમાં હિંસા થઈ છે. પરંતુ ગુરુવારે કોઈ હિંસાની ઘટના બની નથી. પોલીસ તરફથી અત્યારે પણ હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, જેથી ઘાયલોની માહિતી મેળવી શકાય.હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે તપાસ
ઉત્તર પૂર્વ વિસ્તારમાં થયેલી હિંસા વિશે દિલ્હી પોલીસે એક તપાસ કમિટી બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની 2 SIT તેની તપાસ કરશે. આમાંથી એક ટીમની આગેવાની DCP રાજેશ દેવ અને બીજી ટીમની આગેવાની જોય ટિર્કી કરશે. પોલીસનું કહેવું છે કે, સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને તેના આધારે જ આગળની ધરપકડ કરવામાં આવશે. હિંસા પછી લોકોમાં ડરનું માહોલ છે. આ સંજોગોમાં દિલ્હી પોલીસ દ્વારા અમન કમિટીની બેઠક કરવામાં આવશે જેથી લોકોમાં વિશ્વાસ ઉભો કરી શકાય.