જીવીશ ત્યાં સુધી ભાજપમાં જ રહેવાનો છું : નીતિન પટેલ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની ખુરશી જવાનનું નક્ક જેવું છે, ગુજરાતના રાજકારણમાં પણ કંઇ નવા જૂની થઇ રÌšં હોવાના અહેવાલ વચ્ચે ડે.સીએમ નીતિન પટેલ મેદાનમાં આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી નીતિન પટેલ ભાજપથી નારાજ હોવાની ચર્ચાઓ પર તેમને મોટો ખુલાસો કર્યો છે, તેમને સીએમ બનાવવાની ઓફરની વાતો મામલે કોંગ્રેસ સામે ગુસ્સો ઢાલવ્યો છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને ડે.સીએમ નીતિન પટેલે ચેતવણી આપતા કÌšં છે કે મારૂં નામ લેતા પહેલા હવે વિચાર કરજા, ભરતસિંહે ઓફર કરી હતી કે નીતિન પટેલ ભાજપમાંથી ૧૫ ધારાસભ્યો લઇને કોંગ્રેસમાં આવી જાય તો તેમને સીએમ બનાવીશું. જેની સામે નીતિન પટેલે કોંગ્રેસને ચેતવણી આપતા કÌšં છે કે મારા નામનો ખોટો ઉપયોગ બંધ કરી દેજા, હું જનસંઘથી ભાજપમાં છું, હું ભાજપ છોડવાનું સપનામાં પણ વિચારી શકુ તેમ નથી, ભાજપ જ મારી જિંદગી છે, ભાજપે મને ઘણું બધુ આપ્યું છે, હું ક્્યારેય ભાજપ છોડવાનો નથી, હું જીવીશ ત્યાં સુધી ભાજપમાં જ રહેવાનો છું, મને રાજપાની સરકારમાં પણ ઓફર મળી હતી, તેમ છંતા મે ભાજપ છોડ્યું ન હતુ. પોતાના રાજકીય રોટલા શેકવા કોંગ્રેસીઓ મારા નામનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા જ નીતિન પટેલે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.