
ગુજરાતમાં અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નહીં, આજે એકનું મોત, કુલ દર્દી ૪૯૩ થયા
અમદાવાદ : રાજ્યમાં કોરોના હાલ હાહાકાર મચાવી રહ્યો છે. શનિવારે સાંજ સુધીમાં નવા ૯૦ કેસના ઉછાળા સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા ૪૬૮ પર પહોંચી હતી. ત્યાર બાદ આજે વધુ ૨૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં ૨૩ અને આણંદમાં ૨ કેસ સામે આવ્યા છે. આમ અમદાવાદ અને આણંદ સિવાય એકપણ જિલ્લામાં નવો કેસ નોંધાયો નથી.
આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ દર્દી ૪૯૩ થયા છે. જ્યારે ૭૫ વર્ષના પુરુષનું અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં મોત થયું છે. અમદાવાદના નવા ૨૩ કેસ જમાલપુર, દાણીલીમડા, બહેરામપુરા, જમાલપુર, મણિનગર, ઘોડાસર, રાણીપ, કાલુપુર વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કુલ ૨૬૬ કોરોનાના દર્દી થઈ ગયા છે.