
ગુજરાતનાં અમદાવાદમાં ST બસ નીચે કચડાયા બા, કમકમાટીભર્યું મોત જોઈ લોકો હચમચી ઉઠ્યા
ગુજરાતનાં બણગાં ફૂંકતી સરકાર માટે લપડાક સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદના મેમ્કો વિસ્તારમાં એસટી બસ પકડવા જતી મહિલા નીચે પટકાતાં તેમના પરથી બસનું વ્હીલ પસાર થઈ ગયું હતું. આવું કમકમાટીભર્યું મોત જોઈને બસ પકડવાનો પ્રયાસ કરતાં અન્ય લોકો હચમચી ઉઠ્યા હતા. તો મહિલાઓ સાડી મોંમા નાખી મોઢું ફેરવી લીધું હતું.
ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના મેમ્કો ચાર રસ્તા પાસે એસટી પીકઅપ સ્ટેન્ડ આવેલું છે. મેમ્કો ચાર રસ્તા ટ્રાફિકથી ધમધમકો વિસ્તાર છે. અને તેમાં પણ વચ્ચે બીઆરટીએસ કોરિડોર હોવાને કારણે ટ્રાફિકજામ હવે દરરોજની સમસ્યા બની ગઈ છે. તેવામાં એસટી બસ પકડવા માટે પણ લોકોને રસ્તા વચ્ચોવચ ઉભું રહેવું પડે છે. અને તેવામાં આજે આ કરુણ ઘટના મેમ્કો ચાર રસ્તા પાસે બની હતી.
એસટી બસ પકડવા માટે લોકો પડાપડી કરે છે. તેવામાં એક મહિલા પણ બસ પકડવાનો પ્રયાસ કરી રહી હતી. બસ ધીમી સ્પીડે જઈ રહી હતી અને અંદર જવા માટે લોકો પડાપડી કરી રહ્યા હતા. તેવામાં મહિલાનું બેલેન્સ બગડ્યું અને તેઓ સીધો રોડ પર પટકાયા હતા. અને તેમના પરથી બસની પાછળનું વ્હીલ પસાર થઈ ગયું હતું. જેને કારણે ઘટનાસ્થળે જ મહિલાનું મોત નિપજ્યું હતું.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પણ અહીં સવાલ આપણી સિસ્ટમ ઉપર ઉભો થાય છે. આપણા નઘરોળ તંત્રને કારણે આજે એક મહિલાને મોત મળ્યું છે. આપણા અહીં સિસ્ટમ ખરાબ હોવાને કારણે એક મહિલા ઉપરથી બસનું પૈડું પસાર થઈ ગયું છે. અમદાવાદને શાંઘાઈ ને વિદેશનાં શહેરો બનાવવાનાં બણગાં ફૂંકતાં સત્તાધીશો ક્યારે હવામાં ઉડવાનું બંધ કરીને જમીની હકીકત પર ધ્યાન આપશે.
મેમ્કો ચાર રસ્તા પાસે પહેલાં મુસાફરોને બીઆરટીએસ કોરિડોરમાંથી બસ પકડવી પડતી હતી. તે સમયે પણ લોકો અકસ્માતથી બચી જતા હતા. તો લોકો કહે છે કે બીઆરટીએસ કોરિડોરને કારણે પણ અહીં ટ્રાફિકની સમસ્યામાં અસહનીય બની છે. અને એસટી બસનાં ડ્રાઈવરો બસ ઉભી રાખતાં નથી, ધીમી સ્પીડે બસ જવા દે છે. જેને કારણે જે લોકોને ચાલુ બસે ચઢવાનો વારો આવે છે