કોરોના વાયરસઃ પોલીસ-સફાઇકર્મીઓ માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત

ગુજરાત
ગુજરાત

કોરોના વાયરસ
 
મુખ્યપ્રધાનના સચિવ(CMO) અશ્વિની કુમારે આજે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિને લઈ પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે જણાવ્યું કે લોકડાઉનની સ્થિતિમાં રાજ્યમાં ખાદ્યતેલની અછત ન સર્જાય તે માટે સરકાર હરકતમાં છે. ઉપરાંત તેમણે કહ્યું કે જીનિંગ મિલ, પીલાણ અને ઓઈલ મિલ ચાલુ રાખવા પણ સરકાર તરફથી આદેશ આપવામાં આવ્યા છે.અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગે આ આદેશ કર્યો છે. મિલો સુધી સામાન લઈ જવા માટે યોગ્ય મંજૂરી અપાશે. કપાસને મિલ સુધી લઈ જવા માટે છૂટછાટ અપાઈ છે. ત્યારે ઓઈલ માટેના પેકિંગ યુનિટ પણ ચાલુ રહેશે. કપાસ પકવતા ખેડૂતોને તકલીફ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
 
આ સિવાય તેમણે કહ્યું કે પોલીસકર્મીનું કોરોનાથી મુત્યુ થાય તો સરકાર ૨૫ લાખ રૂપિયા સુધીની સહાય આપશે. આ સિવાય આરોગ્યકર્મી, મહેસુલ, નગરપાલિકના સફાઈકર્મીઓ માટે પણ મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો કોરોનાથી સફાઈ કર્મીઓનું મૃત્યુ થાય તો ૨૫ લાખ રૂપિયા સુધીની સહાય અપાશે. આ સિવાય જો અન્ન નાગરિક પુરવઠાના કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થાય તો સરકાર ૨૫ લાખ રૂપિયા સુધી સહાય આપશે.અશ્વિની કુમારે જણાવ્યું કે સુરતમાં સાત હજાર ૫૦૦, રાજકોટમાં ૭,૫૦૦ અને વડોદરામાં વધારાના ૩ હજાર N-૯૫ માસ્ક અપાશે. આ સાથે રાજ્ય સરકાર ખાનગી અને સરકારી ડોક્ટરોને પણ N-૯૫ માસ્ક આપશે. રાજ્ય સરકાર કુલ ૪૫ હજાર ડોક્ટરોને N-૯૫ માસ્ક આપશે. ઉપરાંત તેમણે કહ્યું કે એગ્રીકલ્ચર કે રહેઠાણના વીજ પુરવઠામાં કોઈ અસર નહીં થાય. રાત્રે વીઝ પુરવઠો નિયમિત રહેશે.
 
ઉપરાંત તેમણે કહ્યું કે શાકબાજી અને ફળની આવક પૂરતા પ્રમાણમાં છે. રવિવાર હોવાથી ૧૮ જેટલી માર્કેટ બંધ રહી. રાજ્યમાં કુલ શાકભાજીની આવક ૫૮ હજાર ૯૦૩ ક્વીન્ટલ છે. જ્યારે ફળની આવક ૭ હજાર ક્વીન્ટલ છે. અત્યાર સુધી ૪૫ લાખ ૩૮ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.