
કોરોના પોઝિટિવના વધુ ૮ નવા કેસ સાથે રાજ્યમાં કુલ ૮૨ કેસ થયા, તમામ કેસ અમદાવાદનાઃ જયંતિ રવિ
અમદાવાદ. ગુજરાતમાં કોરોનાથી ચપેટમાં અત્યારસુધીમાં ૭૪ લોકો આવ્યા છે. જેમાંથી ૬ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સારા સમાચાર એ પણ છેકે ૬ દર્દીઓ સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. દેશભરમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ગરીબ પરિવારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. તેવામાં આજથી એટલેકે ૧લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ ૪ એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.