કોટ વિસ્તારમાં પ્રવેશવાના રસ્તા પર મેડિકલ ટીમોનું ચેકિંગ શરૂ, નેહરુબ્રિજ સંપૂર્ણ બંધ
અમદાવાદ: કોરોના વાઇરસના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેમાં કોટ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી કોર્ડન કરવામાં આવ્યો છે. આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ રસ્તા પર " કોરોના ચેકપોસ્ટ" ઉભી કરી દેવાઈ છે. આજે સવારથી જ કોટ વિસ્તારમાં જે લોકો પ્રવેશ અથવા તો બહાર નીકળે છે તેમને રોકી થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એલિસબ્રિજનો કોટ વિસ્તારથી આશ્રમ રોડ જવાનો એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. મોડી રાતે કોટ વિસ્તારમાં આવતા તમામ ૯ દરવાજા પર ચેક પોસ્ટ ઉભી કરી દેવાઈ અને આજ સવારથી તમામ લોકોનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે.