કાંકરેજ તાલુકામાં ઓબીસી, એસ.સી, એસ.ટી એકતા મંચ દ્વારા આવેદનપત્ર
રખેવાળ ન્યુઝ શિહોરી
કાંકરેજ તાલુકામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ ડી.ડી. જાલેરાની આગેવાની હેઠળ એલ આર ડી ભરતી પ્રક્રિયામાં ઓબીસી એસ સી એસ ટીના પછાત વર્ગના ઉમેદવારોને ન્યાય આપવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં એલઆરડી ભરતી પ્રક્રિયામાં થયેલ ગેરબંધારણીય ઠરાવના આધારે નંબર મુજબ મહિલાઓ ને અનામત કોટામાં કેવી રીતે સ્થાન આપવું અને ત્યારબાદ કોલમ નંબર ૧૨ માં જો મેરીટ ના આધારે અનુ જાતિ/અનુ જન જાતિ/સારીરિક શૈક્ષણિક પસાત મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને જનરલ કોટામાં ગણવી કે અનામત માં ગણવી કે પસી મહિલા અનામત કેટેગરી માં ગણવી તેના સપસ્તિકરન માં સરકારે ઠરાવ કરી ને તેવું જણાવ્યું છે કે મેરીટના આધારે અનુ જાતિ/અનુ જન જાતિ) શારીરિક શૈક્ષણિક પસાત વર્ગની મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને સબંધિત કેટેગરી ની મહિલા અનામત તરીકે કરવી આ ઠરાવ તાત્કાલિક અસરથી દૂર કરી પછાત વર્ગની મહિલાઓને સરકાર દ્વારા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરી હતી ત્યારે કાંકરેજ મામલતદાર એમ. ટી. રાજપૂત એ આવેદનપત્ર સ્વીકારી લઈ સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી ત્યારે પ્રમુખ ડી.ડી. જાલેરા એ ચીમકી ઉચ્ચારી હતી કે જો ટુંક સમયમાં જ આ માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ગુજરાત સરકાર ની જવાબદારી ગણાવી હતી. જોકે ઉગ્ર આંદોલન કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તે સરકારની જવાબદારી રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.જેમાં રમેશજી ઠાકોર. ભીમજીભાઈ પરમાર, આર.આર. ઠાકોર (વકીલ), મદારજી ઠાકોર (શિક્ષણ સમિતિ કાંકરેજ), અભૂજી ઠાકોર (સરપંચ ભદ્રીવાડી), મુકેશજી ગોયલ સરપંચ, આશ્વિંનજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત
રહ્યા હતા