મોડાસામાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં રોડ શો યોજાયો

અરવલ્લી
અરવલ્લી

આજે પ્રચાર-પ્રસાર માટેનો અંતિમ દિવસ છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના પક્ષને જીતાડવા અને વધુને વધુ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે મોડાસા ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો રોડ શો યોજાયો હતો.

મોડાસા 31-વિધાનસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર ભીખુસિંહ પરમાર પ્રચાર અર્થે કેન્દ્રીય ગૃહમંત્રી સ્મૃતિ ઇરાની દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો, યુવા ભાજપના કાર્યકરો જોડાયા હતા. 250 બાઇક સાથે યુવકો ડીજેના તાલે રેલીમાં આગળ રહ્યા હતા, તો સ્મૃતિ ઇરાનીએ ટ્રેક્ટરમાં સવાર થઈ પ્રજાજનોનું અભિવાદન જીલ્યું હતું. રોડ શોને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ભાજપ ઉમેદવારે પણ બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.