ખૂબ જ નાની ઉંમરે યોગા તેમજ સ્પોર્ટસમાં પ્રેરણાદાયી પ્રગતિ કરી ગુજરાતનું નામ રોશન કરતી કડીની પૂજા ઘનશ્યામભાઈ પટેલ

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

ભારતની આ ભવ્ય અને દિવ્ય ધરતી ઉપર એવાં અનેક ટેલેન્ટેડ બાળકો છે કે એમની કાર્યશકિત જોઈને આપણને સૌને વિશેષ ગૌરવ થાય.પિતા ઘનશ્યામભાઈ સોમાભાઈ પટેલ અને માતા ભગવતીબેનના પરિવારમાં વિરમગામ તાલુકાના ઝાંઝરવા ગામે તારીખ ૧-૪-૨૦૨૧ ના રોજ જન્મેલી હાલ કડી નિવાસી પૂજા પટેલે યોગના ક્ષેત્રમાં આગવી પ્રગતિ કરીને પોતાના વતન,પરિવાર,સમાજ ઉપરાંત ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશનું નામ રોશન કરેલ છે.ધોરણ સાત સુધી અંબાળા ગામે અભ્યાસ કર્યા બાદ ધોરણ ૧૨ સુધી તેણે કડી ખાતે અભ્યાસ કર્યો હતો.હિંમતનગર ખાતેથી બી.એ. કર્યા બાદ તેણે એમ.એ. નો અભ્યાસ કર્યો.પિતા વ્યવસાયે ખેડૂત હોવા છતાં તેમણે દીકરીનો ઉત્સાહ અને ધગશને પારખીને તેને યોગ તેમજ સ્પોર્ટસ માટે પૂરતું માર્ગદર્શન તેમજ સહકાર આપ્યો.પૂજા ધોરણ ચારમાં એટલે કે દશ વર્ષની હતી ત્યારથી તેને યોગ,પ્રાણાયમ અને રમતગમતમાં વધારે રૂચિ છે.ઈન્ટરનેશનલ યોગા સ્પોર્ટસ કોમ્પિટિશનમાં તે ૨૦૧૪,૨૦૧૫,૨૦૧૬ તેમજ ૨૦૧૭ ના વર્ષોમાં એટલે કે ચાર વખત ચીન જઈ આવેલ છે.તે એક વખત બાંગ્લાદેશ પણ ગયેલ છે.પૂજાનાં પૂજ્ય માતુશ્રી ભગવતીબેન હાઉસવાઈફ છે પણ તેમના સંપૂર્ણ આશીર્વાદ પૂજા સાથે છે.

યોગ સ્પોર્ટસ ચેમ્પિયનશીપમાં વિદેશ જવા માટે અડધું ખર્ચ ગુજરાત કે કેન્દ્ર સરકાર ભોગવે છે અને અડધું ખર્ચ પોતે ભોગવવું પડે છે.યોગના વિષયને જ કેન્દ્રમાં રાખીને પૂજા પટેલ ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં પ્રવાસ કરી ચૂકેલ છે.ગુજરાતમાં તેણે અનેક સ્થળોએ જઈને પોતાની યોગ શકિતનાં અનેકજનોને દર્શન કરાવ્યાં છે. ગુજરાત કે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં જવાનું થાય ત્યારે મોટાભાગે સરકારી ખર્ચે જ જવાનું થાય છે.વિવિધ સંસ્થાઓના આમંત્રણથી જવાનું થાય ત્યારે પણ જે તે સંસ્થા તરફથી યોગ્ય પુરસ્કાર મળતો હોય છે.સંસ્કાર કન્યા વિદ્યાલય કડી તરફથી તેને ખૂબ જ સપોર્ટ મળેલ છે.કડવા પાટીદાર ઉમિયા માતાજી મંદિર ઉંઝા તરફથી ખૂબ જ સારો સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદ મળતા રહે છે. વર્ષ ૨૦૧૬ માં સરકાર તરફથી તેનું સરદાર પટેલ એવોર્ડ દ્રારા ગૌરવશાળી સન્માન થયું હતું.જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યના યોગા એસોસિએશન દ્રારા વર્ષ ૨૦૧૯ માં તેનું જમ્મુ એન્ડ કાશ્મીર ગોલ્ડન ગર્લ તરીકે અતિ રૂઆબદાર સન્માન થયેલ છે.ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ ગર્વ અને ગૌરવ અનુભવી શકે તેવી ભારતની આન, બાન અને શાન વધારનાર પૂજા પટેલને અભિનંદન આપવા તેનો મોબાઇલ નંબર ૮૪૦૧૪૩૭૧૮૫ છે.વર્ષ ૨૦૧૯ માં ગુજરાત સરકાર દ્રારા તેનું નારી રત્ન એવોર્ડથી દબદબાભેર સન્માન થયું હતું.
ગુજરાત સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી પૂજા પટેલને અનેક સન્માનપત્રો,શિલ્ડ,પુરસ્કાર,એવોર્ડ મળેલ છે.ઈન્ડિયા ગોટ ટેલેન્ટ કોમ્પિટિશન કે જેમાં કરણ જોહર, મલ્લિકા અરોરા તેમજ કિરણ ખેર હતાં તેમાં ૨૦૧૪ માં પૂજાને ડેમો માટે જવાનું થયેલ તેનું તેને વિશેષ સ્મરણ તેમજ ગૌરવ છે.દેશની બહાર એટલે કે યુ.એસ.એ.માં સેટ થઈને યોગના ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરવાની ઈચ્છા ધરાવતી પૂજા પટેલને યોગનાં વિવિધ આસનો કરતી જોવી એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે. ૩૧-૧૦-૨૦૨૧ ના રોજ ડીસા લાયન્સ હોલમાં પાલનપુરની નિસ્વાર્થ સેવા સંસ્થાના નીતીનભાઈ ઠાકોરના માધ્યમથી પૂજા પટેલને મળવાનું બનેલ ત્યારે તેનું પર્ફોમન્સ જોઈને અતિશય આનંદ થયો હતો.

યુ.એસ.એ.માં જઈને યોગને લગતી પોતાની જ ફ્રેન્ચાઈસી શરૂ કરવાની ઈચ્છા ધરાવતી પૂજા પટેલ ૨૦૧૩ માં ૧૨ વર્ષની નાની ઉંમરે યોગ ગુરૂ બાબા રામદેવને રૂબરૂ મળી ચૂકી છે. અનેક સાધુ, સંતો,સાધ્વીઓ,વડીલો, સ્નેહીજનો, ગુરૂજનોના ભરપૂર આશીર્વાદ ધરાવતી પૂજા પટેલ અતિશય સક્રિય,મહેનતુ, જાગૃત, કર્મઠ, ઓજસ્વી, તેજસ્વી તેમજ યશસ્વી છે. પોતાના પટેલ સમાજ તરફથી તેને ખૂબ જ સારો સહકાર અને પ્રોત્સાહન મળતું જ રહે છે.પૂજાનો એક જ ભાઈ યશ પટેલ બી. એસ. સી.કર્યા બાદ પોતાનો બિઝનેસ સંભાળે છે.ગુજરાતમાં બેચરાજી,અમદાવાદ,અંબાજી,ગાંધીનગર,પાવાગઢ,દ્રારિકા,સોમનાથ,કાગવડ ખોડલધામ જેવાં વિવિધ સ્થળોએ તે ફરેલ છે અને આ બધામાં તેને કાગવડ ખોડલધામ તેમજ સોમનાથ વધારે ગમે છે. ગુજરાત બહાર જમ્મુ-કાશ્મીરમાં તેને માતા વૈષ્ણવોદેવીજીનું મંદિર ખૂબ જ ગમે છે.ચીનમાં ચીનની દીવાલ જોઈને તેને વિશેષ આનંદ થયો હતો. ગુજરાત કે ભારત બહાર અન્ય દેશોમાં ફૂડની ખૂબ જ તકલીફ પડે છે તેવો તેને અનુભવ થયેલ છે.

રોજ સવારે ૪=૦૦ વાગે જાગી નિત્યક્રિયા પતાવી તે યોગની પ્રેક્ટિસ કરે છે.૧૦ વાગ્યા સુધી ઓનલાઇન યોગના કલાસીસ ચલાવ્યા બાદ બ્રેકફાસ્ટ કરે છે.બપોરે ૨=૩૦ થી યોગા કલાસીસ ચાલુ કરે છે જે રાતના આઠ વાગ્યા સુધી ચાલે છે.પૂજા પટેલ ખૂબ જ વ્યાજબી ફી થી ઓનલાઇન તેમજ ઓફલાઈન એમ બે રીતે યોગ કલાસીસના માધ્યમથી અનેકજનોને પૂરતું, યોગ્ય તેમજ સંતોષકારક માર્ગદર્શન આપે છે.પૂજા પટેલને યોગના ક્ષેત્રમાં ઈન્ટરનેશનલ એવોર્ડ મળેલ છે તેનો તેને વિશેષ આનંદ છે. રબ્બરની માફક શરીરને વાળવું અને વિવિધ પ્રકારનાં આસનો કરી સૌને આશ્ચર્યમાં મૂકવાનું કામ પૂજા પટેલ જ કરી શકે તેવી લાગણી,અહેસાસ અને અનુભૂતિ તેને જોયા પછી અવશ્ય થાય છે.ખૂબ જ નાની ઉંમરે યોગ તેમજ સ્પોર્ટસમાં આગવી નામના તેમજ પ્રતિષ્ઠા ઉભી કરનાર પૂજા પટેલ ગુજરાત, ભારત તેમજ વિદેશોની અનેક બહેનો માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.

નાની ઉંમરે ખૂબ જ મોટી સિધ્ધિ અને સફળતા પ્રાપ્ત કરનાર સાહસિક અને મહેનતુ દીકરી પૂજા પટેલને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન,આશીર્વાદ તેમજ અઢળક શુભેચ્છાઓ. ભવિષ્યમાં પણ તે ગુજરાત અને ભારતનું નામ વધારે ને વધારે રોશન કરે તેવી અંતઃકરણથી દિવ્ય પ્રભુ પ્રાર્થના…
ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
ડીસા
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.