નવભારત ટુરિઝમના માધ્યમથી અમદાવાદ/ગુજરાતમાં અનેકજનોનો પ્રેમ સંપાદન કરી આગવી કેડી કંડારતા નીતીનભાઈ ભીખાભાઈ ઠકકર/ગાવતીયા

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

એક ચોક્કસ ધ્યેય સાથે કામ કરતો માનવી પ્રગતિ તો કરે જ છે; સાથે સાથે અનેકજનોને ઉપયોગી નીવડી સંતોષ પણ આપી શકે છે.પ્રગતિ અને વિકાસ માટે સૌના માટે આકાશ ખુલ્લું પડયું છે.દરેક વ્યકિત પોતાના ક્ષેત્રમાં કંઈક ને કંઈક જુદું તેમજ નાવિન્ય
પૂર્ણ કરીને સૌને વિશેષ લાભ આપી શકે છે. પિતા ભીખાભાઈ દલપતરામ ગાવતીયા/ઠકકર અને માતા શાંતાબેનના પરિવારમાં અમદાવાદ ખાતે તારીખ ૧૪-૧૦-૧૯૬૧ ના રોજ જન્મેલા નીતીનભાઈ ઠકકર ખૂબ જ જાગૃત, નિયમિત, નિષ્ઠાવાન, ઉત્સાહી, કર્મઠ, હસમુખા તેમજ પોતાના વ્યવસાયને ખૂબ જ સારી રીતે આગળ ધપાવીને અનેકજનોને વિશેષ સંતોષ આપવાવાળા વ્યક્તિ છે.પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે જ પૂર્ણ કરી તેમણે બી.કોમ.નો અભ્યાસ અમદાવાદની સીટી કોમર્સ કોલેજમાંથી કર્યો હતો.તેમના પિતાશ્રી ભીખાભાઈએ તારીખ ૪-૭-૧૯૫૫ ના શુકનિયાળ દિવસે નવભારત ટ્રાવેલ્સના નામે વ્યવસાય શરૂ કર્યો હતો. તેમના ચાર ભાઈઓ રમેશભાઈ, રોહિતભાઈ, દીલીપભાઈ, ભરતભાઈ અને બહેન અરૂણાબેન સહિત સૌ તેમના જીવનમાં સારી રીતે સેટ થયેલ છે.પિતાશ્રી ભીખાભાઈ અને ભાઈઓએ સાથે મળીને નવભારત ટ્રાવેલ્સનું સંચાલન નીતીનભાઈને સોંપ્યું હતું.નવભારત ટ્રાવેલ્સના નામે ૧૯૮૨ થી તેમણે વ્યવસાય સંભાળ્યો અને ૨૦૨૧ થી તેનું નામ નવભારત ટુરિઝમ રાખેલ છે.

અનેકજનોને હરવાફરવા માટે સુવિધાયુકત, સંતોષજનક,વ્યાજબી રીતે મદદરૂપ થનાર નીતીનભાઈ ઠકકરનું ટ્રાવેલ્સના વ્યવસાયમાં અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતમાં એક આગવું નામ છે.તેમને અભિનંદન આપવા તેમનો મોબાઇલ નંબર ૯૭૨૭૬૬૪૪૫૫ છે.ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશનના તેઓ બે વાર પ્રમુખ રહી ચૂક્યા છે.અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મંડળના મંત્રી તરીકે તેમણે બે વર્ષ સફળ ભૂમિકા ભજવી છે. ચેમ્બર ઓફ કોમર્સની ટુરિઝમ કમિટિના તેઓ લાઈફ ટાઈમ મેમ્બર છે. લોહાણા સમાજની અમદાવાદની સૌથી મોટી સંગઠન સંસ્થા લોહાણા મિલનના તેઓ ૨૦૧૬ થી ૨૦૧૯ એમ ત્રણ વર્ષ પ્રમુખ રહેલા છે.પ્રવિણભાઈ કોટક જ્યારે લોહાણા મહા પરિષદના પ્રમુખ હતા ત્યારે ૨૦૧૬ થી ૨૦૨૦ના સમયગાળામાં તેઓ પ્રવાસન સમિતિના ચેરમેન હતા.હાલમાં લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીષભાઈ વિઠલાણી છે ત્યારે તેઓ સેન્ટ્રલ ઝોનના ઝોનલ પ્રમુખ અશોકભાઈ ગઢિયા સાથે મંત્રી તરીકેની સફળ જવાબદારી નિભાવી રહેલ છે.તેમનાં સત્કાર્યોમાં તેમનાં ધર્મપત્ની અંજનાબેન(બી.કોમ.),દીકરો રાજ,પુત્રવધુ જાનકી,દીકરી ઉષ્મા સહિત સૌનો સહકાર મળી રહે છે.ખૂબ જ ઓછું વાંચન ધરાવતા નીતીનભાઈને માણસને વાંચવાની જબરી ટેવ છે. જાણીતા ફોટોગ્રાફર ઝવેરીલાલ મહેતા સાથેની તેમની કાયમી બેઠક હતી અને ૧૯૮૯ માં તેમણે એવી શીખામણ આપેલ કે વાંચન ઓછું હશે તો ચાલશે પણ માણસને વાંચવાની,પારખવાની કે ઓળખવાની ટેવ હોવી ખાસ જરૂરી છે. ગુજરાતમાં તેઓ ખૂબ ફર્યા છે પણ દ્રારિકાધીશની પવિત્ર જગ્યા તેમને વધારે ગમે છે તો ભારતમાં તેમને સીમલા વધારે પસંદ છે. સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, હોંગકોંગ જેવા દેશોમાં તેઓ ફર્યા છે અને આ બધામાં સાઉથ આફ્રિકાનું કેપટાઉન સીટી તેમને વધારે ગમ્યું છે. ટ્રાવેલ્સના વ્યવસાયમાં તેમને ખૂબ જ સારા અનુભવો થયા છે.માનવ વિશ્રામ આશ્રમ સોનેડા(દહેગામ) ખાતેનું રણછોડજી મંદિર તેમને વધારે ગમે છે.વિવિધ જલારામ મંદિરો તેમજ સ્વામિનારાયણ મંદિરોના દર્શનનો લાભ તેમણે લીધો છે. શંકર મહારાજ સોનેડાવાળા તેમના ગુરૂજી તેમજ માર્ગદર્શક છે.કુમકુમ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય આનંદ સ્વામી તેમજ વાસણા મંદિરના પૂજ્ય બાબજી મહારાજને સાંભળવા તેમને ગમે છે. પ્રજ્ઞેશ ભારદ્વાજ અને ભરત શાહ જેવા મિત્રો સાથે તેમનો વધારે લગાવ છે.

મનહરભાઈ યાજ્ઞિક કે જેઓ એલ.આઈ.સી.ના નિવૃત અધિકારી છે તેમની પાસેથી તેઓ શિસ્ત,વ્યવહાર કુશળતા, કર્મઠતા, નિયમિતતા, નિષ્ઠા જેવા સદગુણોના પાઠ ભણ્યા છે. ૧૯૭૯ થી ૨૦૦૫ સુધી એલ.આઈ.સી.માં તેમણે ખૂબ જ કામ કર્યુ હતું.૨૦૦૫ માં મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે કાશ્મીરમાં અકસ્માત થયેલ અને ગુજરાતના ૩૫ વર્ષના ત્રણ યુવાનો મૃત્યુ પામેલ એ સમયે એલ.કે.અડવાણી સાહેબે ખૂબ જ મદદ કરી હતી એ બાબતનું તેમને સતત સ્મરણ થાય છે. આ અકસ્માતમાં હાલના જાણીતા ઉધોગપતિ ગૌતમ અદાણીનો ભત્રીજાે પણ મૃત્યુ પામ્યો હતો.રવિવારે અકસ્માત થયા બાદ મહા મહેનતે મંગળવારે ત્રણેય લાશોનો કબજાે મળ્યો હતો.ભવિષ્યમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના હોદા સિવાય કામ કરવાની ખેવના રાખતા નીતીનભાઈ એક મળવા જેવા અને માણવા જેવા માણસ છે.ઓળખ કે પ્રસિધ્ધિ માટે કોઈ કામ કરવું નથી,ઘર્ષણ વધારવું નથી,હાઈલાઈટ થવું નથી,ઈર્ષા વધારવી નથી,કોઈનાય જીવનમાં ઉંડા ઉતરવું નથી અને હરિભજન કરીને ખૂબ જ શાંતિથી જીવવું છે તેવા મક્કમ ર્નિણય સાથે તેઓ વર્તમાનમાં આગળ વધી રહ્યા છે.લકઝરી બસો ભાડે આપવાનું તેમનું મોટું કામકાજ છે.દર બુધવારે મહિલા મંડળોને તેઓ ફ્રી બસ આપે છે અને મહિલા મંડળોની બહેનો પણ જ્યાં સારૂ કામ ચાલતું હોય ત્યાં જઈ ભજનભાવ કરી ઝોળીફંડ એકત્ર કરી જે તે સંસ્થાને ભેટ આપી દે છે.જીવનમાં સેવા કરવાવાળા અને કશુંય કર્યા સિવાય માત્ર અને માત્ર હાઈલાઈટ થવાવાળા એમ બે પ્રકારના માણસો હોય છે અને આ બધાનો પૂરેપૂરો અનુભવ નીતીનભાઈને થઈ ચૂકયો છે.ટ્રાવેલ્સના બિઝનેસમાં પણ અંદાજે વીસેક જણને તેમણે માર્ગદર્શન તેમજ સહકાર આપીને સારી રીતે સેટ કરેલ છે. અમદાવાદ ખાતે સમસ્ત લોહાણા સમાજના પ્રત્યેક સત્કાર્યમાં અવશ્ય તેમને યાદ કરવા જ પડે તેવા સમર્પિત ભાવથી તેઓ કાર્ય કરે છે.નિરાભિમાની,નિસ્વાર્થ, નિષ્ઠાવાન, નિખાલસ, નીડર,નિયમિત, નિજાનંદી એવા નીતીનભાઈ ઠકકર અનેકજનો માટે સાચા રાહબર અને માર્ગદર્શક છે.અનેક સામાજીક મીટીંગો તેમજ પ્રસંગોમાં વ્યકિતગત રીતે મારે નીતીનભાઈને મળવાનું બન્યું છે અને આજે તેમના વિષે જીવન દર્શનમાં લખતાં ધન્યતા અનુભવું છું.અનેક સત્કાર્યો,સમાજકાર્યો,પૂન્યકાર્યો,ધર્મકાર્યોના આજીવન સહયોગી,રાહબર,શુભચિંતક એવા નીતીનભાઈ ઠકકરને ખૂબ ખૂબ ખૂબ અભિનંદન…અઢળક શુભેચ્છાઓ તેમજ નિરામય દીર્ઘાયુ માટે પ્રભુ પ્રાર્થના… ભગવાનભાઈ ઠક્કર (બંધુ)
મોબાઇલઃ૯૮૨૫૬૩૮૬૪૩


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.