વાવ સુઇગામ નેશનલ હાઇવે રોડ નું નવીનીકરણ થતાં લોકોમાં ખુશી ની લહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

છેલ્લા કેટલાય સમય થી વાવ સુઇગામ નો નેશનલ હાઇવે બિસમાર હાલત માં થઈ જતા આ વિસ્તાર ના ભાટવર લીબાળા મમાણા કોરેટી દેવપુરા સુઇગામ વાવ સહિત ના ગ્રામજનો એ ઉચસ્તરે રજૂઆતો કરતા રજૂઆતો ને રાજ્ય અને કેન્દ્ર સરકારે ધ્યાન માં લઇ છેક રાજસ્થાન ના ખોડા થી લઈ વાયા થરાદ વાવ સુઇગામ સુધી ના નેશનલ હાઇવે ની કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ કરી દીધી છે.જોકે કામગીરી ઝડપી શરૂ કરી સમય મર્યાદા માં પૂર્ણ કરવા માટે 80 કરોડ ના ખર્ચે શરૂ થયેલ આ કામ કોઈ એક નામાંકિત કંપની ને ચાર પેકેજ માં અપાયું છે જેથી કરીને આ  કામ પુર જોશ માં ચાલો રહ્યું છે.

જવાબદાર તંત્ર માં સુપરવાઈઝર ના.કા ઈજનેર તેમજ નેશનલ હાઇવે ના સ્ટાફ મિત્રો નું સતત મોનીટરીંગ ચાલું રહેતા કામ ની ગુણવત્તા જળવાઈ રહે છે જોકે કમ્પની ના કોંટકટરો પણ ખડે પગે હાજર રહી કામ કરાવી રહ્યા છે વાવ થી સુઇગામ 27 કિ. મી.ના અંતર નું કામ  પુર ઝડપ માં ચાલી રહ્યું છે કામ ની કોન્ટેટી અને કોલેટી બહુ સુંદર જોવા મળી રહી છે જોકે આ નેશનલ હાઇવે નું કામ સમય મર્યાદા માં પૂર્ણ કરી માર્ગ ધમધમતો થઈ જશે હાલ માં નેશનલ હાઇવે ના જવાબદાર તંત્ર મારફત વાહન ચાલકો માટે દ્રાય વ્રજન તેમજ દિશા સુચકો બોર્ડ લગાવી તમામ સુવિધાઓ મળી રહી છે ત્યારે કમ્પની અને જવાબદાર તંત્ર ની કામગીરી ની સુવાસ સમગ્ર સરહદી પંથક માં પર્સરી ચુકી છે એ સુંદર કામગીરી ને આ વિસ્તાર  માંથી સાર્વત્રિક આવકાર મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.