બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો માતાઓ, કિશોરીઓ તથા યુવાનોને મતદાન માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

દેશમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આદર્શ આચારસંહિતા અમલીકરણ લાગુ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ ને વધુ મતદાન થાય તે માટે સ્વીપ અને ટીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો બૂથ લેવલ સુધી કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મતદાન જાગૃતિના પ્રથમ તબક્કામાં બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં સમાવિસ્ટ તાલુકાઓના તમામ બૂથોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાની આંગણવાડી બહેનો અને આશાવર્કરો દ્વારા ધાત્રી માતાઓ તથા કિશોરીઓને મમતા દિવસ તેમજ ઘરે રૂબરૂ મુલાકાત કરી તથા ઓછું મતદાન ધરાવતા વિસ્તારના લોકોને બી.એલ.ઓ. દ્વારા ચુનાવ પાઠશાળાની રચના કરી મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

લોકશાહીના આ પર્વમાં 133 કોલેજ કેમ્પસમાં જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તેવા યુવાનો તેમજ તમામ કોલેજના મતદારોનો સંપર્ક કરી વોકેથોન, સિગ્નેચર કેમ્પેઇન અને સંકલ્પના કાર્યક્રમ દ્વારા 30,000 કરતાં વધુ યુવાનોને ફરજિયાત મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ પત્રો ભરાવીને તેમના માતા પિતા તેમજ પરિવારના અન્ય મતદાર સભ્યોને ફરજિયાત મતદાન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

મતદાન માટે વધુમાં વધુ લોકો જાગૃત થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાની 250 થી વધારે રહેણાંક સોસાયટીના પ્રમુખો અને મંત્રીઓનો સંપર્ક કરી બાંકડા બેઠક દ્વારા મતદાન માટે પ્રેરિત કરવા માટેની કામગીરી થઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.