ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

16 નવદંપતીઓના પ્રભુતામાં પગલાં:ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન મહોત્સવ યોજાયો
ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે આજે વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી.

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે રવિવારે ડીસા તાલુકો વાલ્મિકી સમાજ સમૂહલગ્ન ચેરીટેબલ ટ્રસ્ટ, માલગઢ ગામના ગ્રામજનો અને માલગઢ ગામના વાલ્મિકી સમાજના ભાઇઓના સાથ સહકારથી પ્રથમ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરી હતી. જેમાં માળી સમાજના દાનવીર દાતાઓ દ્વારા દાનની સરવાણી વહેવડાવી હતી. ભોજનના મુખ્ય યજમાન સ્વ. કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લ્હાવો લીધો હતો.

જ્યારે મંડપના દાતા ફૂલચંદભાઇ દેવચંદજી કચ્છવા પરિવાર, પૂરગતના દાતા વક્તાજી માલાજી ગેલોત પરિવાર, મંગળસૂત્રના દાતા આસેડાના સરપંચ સાગરભાઇ નાગજીભાઇ દેસાઇ પરિવાર, સવેટીયાના દાતા દિનેશભાઇ વશરામભાઇ રાઠોડ પરિવાર (માલગઢ), સેટી-પલંગના દાતા મોહનલાલ રણછોડજી દેવડા પરિવાર, પાયલના દાતા ખેતાજી તેજાજી માળી પરિવાર, પાનેતરના દાતા અશોકભાઇ બાબુજી ગેલોત પરિવાર, વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીના દાતા નવિનભાઇ ભીખાભાઇ મકવાણા (ભીલડી) અને ભીખાભાઇ ધર્માભાઇ ઘટાડ (સાંડીયા) સહીત દાનવીર દાતાઓએ ભેટ-સોગાદો આપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઇ બી. ગેલોત (ગણપતિ) એ કર્યું હતું. જ્યારે દાનવીર દાતાઓનું વિશેષ સન્માન કર્યું હતું.

જ્યારે વાલ્મિકી સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઇ સોલંકી, વાલ્મિકી સમાજના સમૂહ લગ્નનના પ્રમુખ રમેશચંદ્ર મેજીયાતર, ઉપપ્રમુખ અમરતભાઇ મકવાણા, મંત્રી ઇશ્વરભાઇ મકવાણા, મહામંત્રી જયંતિભાઇ મકવાણા, સહખજાનચી નેનુરામભાઇ મનજીભાઇ રાઠોડ (માલગઢ), ખજાનચી ચંદુભાઇ ડાલવણીયા, કન્વીનર જગદીશભાઇ પરમાર, માલગઢ સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ મગનલાલ માળી, ડીસાના ધારાશાસ્ત્રી કૈલાશભાઇ વી. ગેલોત, ગુજરાત પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ભાજપના પી.એન. માળી, ભૈરવ યંગ બોયઝ ગૃપ અને ગ્રામજનો, કૈલાશધામ ચેરીટેબલ ટ્રસ્ટ-રામાબાપુ, ગૌ સેવા સમિતિ-માલગઢ ગોગા ધણી નવયુવક મંડળ, જય જોગમાયા પ્રાથમિક વિસ્તાર-માલગઢ, વાલ્મિકી સમાજ અને માલગઢ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.