કોરોના સંક્રમણ સામે સતર્કતાપૂર્વક રાજ્યની વિકાસ યાત્રા આગળ ધપાવવી છે : મુખ્યમંત્રી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર, લાખણી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણ સામે સતર્કતાપૂર્વક જનજીવન રાબેતા મુજબ કરીને રાજ્યની વિકાસયાત્રા વેગવંતી બનાવવાની સ્પષ્ટ નેમ દર્શાવી છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આપત્તિને અવસરમાં પલટાવવાની ખૂમારી ધરાવતા ગુજરાતની વિકાસયાત્રા ઝૂકશે પણ નહિ કે રોકાશે પણ નહિં.  મુખ્યમંત્રીએ રાજ્યની વિકાસયાત્રાના ચાલકબળ એવા વાહનવ્યવહાર નિગમના નવનિર્મિત ૪ બસમથકો, બે નવા એસ.ટી. ડેપો- વર્કશોપઅને એક આર.ટી.ઓ તેમજ ચાર એ.આર.ટી.ઓ કચેરીઓના ઇ- લોકાર્પણ ગાંધીનગરથી કરતાં આ નેમ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીવાહનવ્યવહાર મંત્રી આર. સી. ફળદુ અને રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં વાહનવ્યવહાર વિભાગની કુલ ર૮ કરોડ ૧પ લાખના ખર્ચે તૈયાર થયેલી જામનગર આર.ટી.ઓ તેમજ દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, આણંદ અને છોટાઉદેપૂરની એ.આર.ટી.ઓ કચેરીના ઇ-લોકાર્પણ પણ સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રીએ એસ.ટી.નિગમ અને વાહનવ્યવહાર વિભાગના આ ડિઝીટલ લોકાર્પણોની પહેલને આવકારતાં કહ્યું કે, કોરોના સંક્રમણને કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો જાળવવા સાથે જાહેર સમારંભો-મેળાવડાઓ યોજવાને બદલે ફિઝીકલને સ્થાને ડિઝીટલ લોકાર્પણથી વિકાસ કામોની કૂચ આપણે જારી રાખવી છે. વિજયભાઇ રૂપાણીએ રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ રાજ્યના લોકોની સેવામાં દિવસ-રાત સતત સેવારત છે અને કુદરતી વિપદા, પુર, વાવાઝોડા કે કોરોના જેવી મહામારીમાં પણ પ્રજાજનોની સેવામાં ખડેપગે રહ્યું છે તેની સરાહના કરી હતી. વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ મુખ્યમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં વાહનવ્યવહાર વિભાગ વધુને વધુ જન સુવિધાલક્ષી સિદ્ધિઓ હાંસલ કરે છે તેની ભૂમિકા આપતાં આ નવા બસમથકો રાજ્યની મુસાફર જનતાની સેવામાં નવું સિમાચિન્હ બનશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. આ વેળાએ વાહનવ્યવહાર અગ્ર સચિવ કમલ દાયાણી, માર્ગ વાહનવ્યવહાર નિગમના એમ.ડી. એસ. જે. હૈદર, ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેશ માંજૂ, મુખ્યમંત્રીના ઓ.એસ.ડી. ડી.એચ. શાહ વગેરે પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી મુકામે રૂ. ૨.૩૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ બસ સ્ટેશનનના ઇ-લોકાર્પણ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલ, કલેકટર સંદીપ સાગલે, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, અગ્રણીઓ હેમરાજભાઇ પટેલ, બાબરાભાઇ ચૌધરી, ટી.પી.રાજપૂત, તેજાભાઇ ભૂરીયા, એસ.ટી. ના વિભાગીય નિયામક સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.