પાલનપુર રેલ્વે ટ્રેક નજીક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નજીક આબુરોડ રેલ્વે ટ્રેક નીચે કોઈ અજાણ્યા ઇસમનો મૃતદેહ પડ્યો હોવાનું રેલ્વે માસ્ટરે પાલનપુર રેલવે પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રથમ દ્રષ્ટિએ આ ઈસમ રાત્રે કોઈ અજાણી ટ્રેનમાંથી પડી ગયેલો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. પોલીસે મૃતદેહની ઓળખ માટે પાલનપુર સિવિલમાં પી.એમ રૂમમાં રાખેલી છે. જો  તેના વાલી વારસોની  જાણ થાય તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.

પાલનપુર રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ વીરસંગભાઈએ જણાવ્યું હતું કે, પાલનપુર રેલ્વે લાઈન ની વચ્ચે કોઈપણ ટ્રેનમાંથી લાઈન ઉપર અજાણ્યો ઇસમ પડેલો હોવાનું અમને જાણ થતા અમારી ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ મરણ પામનારના શરીર તેમ જ માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા મરણ પામેલો પ્રથમ દ્રષ્ટિએ જોવા મળી રહ્યો છે. તેના શરીર ઉપર સફેદ લીલા કલર ની ડિઝાઇનવાળો ટપકાવાળો તથા કમરમાં વાદળી કલરનું પેન્ટ ઉભી લીટીવાળું પહેરેલું છે. જેના જમણા હાથના કાંડા ઉપર અંગ્રેજીમાં કિશોર કોતરાવેલું છે તેમ જ જમણા હાથના બાવડાં ઉપર મોરપિંછનું ટેટુ કોતરાવેલું છે.

આ ઇસમ ઉંમર આશરે 30 જેટલી હોવાનું જણાઈ રહ્યું છે. રેલ્વે પોલીસે 09/2024 સી.આર.પી કલમ 174 મુજબ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કોઈ તેના વાલીવારસોને જાણ થાય તો પાલનપુર રેલ્વે પોલીસ ચોકીનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.