રાજપુર(પ)માં હથીયારો સાથે આંતક: ખેતરમાં તોડફોડ કરી છાપરૂ સળગાવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

જેસીબી અને ટેકટરો વડે ખેતરમાં વાવેલ મગફળીનો પાક ખેડી નાખી ભાગીહા અને ખેડૂતને માર માર્યો

પોલીસે નવ જેટલા વાહનો કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી: પાલનપુર તાલુકાના રાજપૂર (પખાણવા)ગામમાં જમીન વિવાદ માં એકસો થી વધુ લોકોના ટોળા એ જેસીબી ટ્રેક્ટરો-સ્ક્રોપીઓ અને હથીયારો સાથે ખેતરમાં ઘૂસી આવ્યા હતા. જ્યા ખેતર માલિક તેમજ ભાગિયાને માર મારી મગફળી વાવેલ ખેતર ખેડી નાખી તેમજ છાપરું સળગાવી નાખતા ઉત્તેજના પ્રસરી જવા પામી હતી બનાવ અંગે પોલીસને જાણ કરવામા આવતા તાલુકા પોલીસની ટીમ દોડી આવી નવ જેટલા વાહનો કબજે કરી દશ જેટલા વ્યક્તિ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર તાલુકાના રાજપુર (પખાણવા) ગામે સર્વે નંબર 75 માં મોરિયા ગામના ખેડૂત નરેશ ભાઈ ગોવિંદભાઈ ચોધરી સંયુક્ત ખેતીની જમીન આવેલી છે. જે જમીનના હક ને લઇ છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ જમીન વિવાદનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં આગામી તા.23 માર્ચના રોજ કોર્ટની મુદત હોય જેમાં જમીન પર પોતાની કબજો સાબિત કરવા ગુરુવારે બે જેસીબી, સાત ટ્રેકટર, એક સ્કોર્પિયોમાં ટોળું હથિયારો તેમજ ધોકા લઇ ખેતરમાં ઘુસી આવી ભાગીયાનું છાપરું સળગાવી નાખી તેને તેમજ તેમજ ખેતરમાં હાજર જમીન માલિક મોતીભાઇ જામાભાઇ ચોધરી તેમજ ભાગીયાને માર મારી ખેતરના વાવેતર કરેલ મગફળીનો પાક ખેડી નાખી નુકશાન કર્યું હતું. જેની જાણ પોલીસને કરવામા આવતા પાલનપુર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જ્યા ખેતરમાંથી સાત ટેકટર બે જેસીબી અને સ્કોર્પિયો કબ્જે કરવાના આવી હતી અને ખેતરમાં તોડફોડ કરી માર મરનાર દશ જેટલા ઈસમો સામે મોડી સાંજે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ જમીન વિવાદમા ગેર કાયદેસર મંડળી રચી ટોળાએ ઘાતક હથિયારો સાથે ખેતરમાં ઘૂસી તોડફોડ કરતા સમગ્ર પંથકમાં ઉત્તેજનાસભર માહોલ સર્જાય જવા પામ્યો હતો.

રિવોલ્વર બતાવી હુમલો કરાયો હોવાના આક્ષેપ: પાલનપુર તાલુકાના મોરીયા ગામના ખેડૂત નરેશભાઈ ગોવિંદ ભાઈ ચોધરીએ જણાવ્યું હતું કે, રાજપૂર (પ) ગામે અમારી સંયુક્ત ખેતીની જમીન આવેલી છે જેમાં એકસો પચાસ લોકોનું ટોળું વીસેક વાહન લઇ ઘસી આવ્યું હતું. જ્યા રિવોલ્વર બતાવી ભાગીયા તેમજ ખેડૂત મોતીભાઇ જામાંભાઈ ચોધરી પર હુમલો કરતા તેઓ ગંભીર ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે દશ જેટલા વાહનો કબજે કર્યા: રાજપુર (પ) ગામે જમીન વિવાદમા મગફળી વાવેલ ખેતર ખેડી નાખવા અને ભાગીયાનું છાપરૂ તોડી નાખી ખેડૂત તેમજ ભાગીયાને માર મારવાના ગુનામાં તાલુકા પોલીસની ટીમે બનાવમાં વપરાયેલ સાત ટેકટર બે જેસીબી એક સ્કોર્પિયો સહિતના વાહનો કબજે કરી આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.

કોની કોની સામે ગુનો નોંધાયો

(1)હરીભાઈ ધનરાજભાઈ બેરા રહે . મોરીયા તા.પાલનપુર
(2)મિલનભાઈ હરીભાઈ બેરા રહે આકેસણ
(3)કરણસિંહ વાઘેલા
(4)બાબરસિગ વાઘેલા
(5)રણજીતશિંગ માજી સરપંચ રહે રામનગર
(6)ભમર સિંહ ગંભીર સિંહ ચૌહાણ
(7)નિરવણસિંહ ગંભીરસિંગ ચૌહાણ
(8)ખેંગારસિંગ રહે આવલ અમીરગઢ
(9)અશોકસિંહ ચમનસિંહ વાઘેલા રહે ભડથ તા.ડીસા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.