જાડા કોતરવાડા રોડ ઉપર અકસ્માતમાં શિક્ષક નું મુત્યુ

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર તાલુકાના જાડા કોતરવાડા રોડ ઉપર ભગવાનપુરા ના પાટીયા પાસે ટરબા સાથે બાઇક ચાલક નો અકસ્માત થતાં બાઇક ચાલક નું અવસાન થયું. બાઇક ચાલક સરદારપુરા (રવેલ) ગામના માળી ખેમાજી વિરાજી જેઓ સાંજે ત્રણ વાગ્યા ના સુમારે દિયોદર તરફથી સરદારપુરા જઇ રહ્યા હતા.તૈઓનુ બાઇક ટરબા સાથે ટકરાતાં તેઓ ગંભીર ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ દ્વારા દિયોદર ખસેડવામાં આવેલ. જ્યાં વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. માળી ખેમાજી દિયોદર તાલુકાના રામપુરા ગામના નવાપુરા વિસ્તારમાં પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થનાર હતા. બે દિવસ પહેલા જ તેઓએ તેમના બે પુત્રો ના લગ્ન કરેલ.તેઓના અકસ્માત માં મુત્યુ થતાં આ પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. સરદારપુરા ગામે માતમ છવાયેલો. દિયોદર તાલુકામાં ટુંકા સમયમાં બીજા શિક્ષક નું અકસ્માત માં મુત્યુ થતાં શિક્ષણ આલમમાં પણ ગમગીની છવાઇ જવા પામેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.