![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/હેમચંદ્રાચાર્ય-ઉત્તર-ગુજરાત-03.jpg)
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગમાં છાત્રોએ ફુડ ફેસ્ટીવલનું આયોજન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ વિભાગમાં છાત્રોએ ખાણીપીણીના સ્ટોલ ઉભા કરી કમાણી કરી. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં લાઈફ સાયન્સ વિભાગ ખાતે શુક્રવારના રોજ ફુડ ફેસ્ટિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના ખાણીપીણીના 10 જેટલા સ્ટોલ બનાવ્યા હતા.
દરેક સ્ટોલમાં વિવિધ પ્રકારના ખાણી પીણીની વસ્તુઓને સજાવવામાં આવી હતી. આ ફુડ ફેસ્ટીવલ મા વિભાગના કુલ 100 થી વધુ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભ્યાસની સાથે સાથે વિધાર્થીઓમાં રહેલી શક્તિઓ બહાર આવે તેવા હેતુસર ફૂડ ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં 100થી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.