એસ .ઓ. જી ની ટીમે ડીસા માંથી ડ્રગ્સની હેરાફેરી કરતા ઈસમને ઝડપ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

18.27 ગ્રામ ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરી કરતા યુવકને SOG ની ટીમે ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ડ્રગ્સના જથ્થા સહિત 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીની ખૂબ જ ફરિયાદો ઉઠી હતી જેને પગલે પોલીસે પણ ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન SOGની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાંથી હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે એક યુવક પકડાઈ ગયો હતો.

યુવકની પૂછપરછ કરતા તે સુઈગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ વણોદ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી 18.27 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ તેની પાસેથી ત્રણ મોબાઇલ સહિત કુલ 1.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે યુવકની અટકાયત કરી આ ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.