વાવના ધરાધરા ગામે બોગસ તબીબ બની લોકોને છેતરતો ઈસમ ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ  : પોલીસ મહાનિરીક્ષક ભુજ રેન્જના સુભાષભાઈ ત્રિવેદી, પોલીસ અધિક્ષક (બ.કાં.) તરૂણ દુગ્ગલ, ના.પોલીસ અધિક્ષક એસ.કે.વાળા (થરાદ) પી.આઈ. બી.જે. ચાવડાની જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવાના સુચન મુજબ ગત તા.ર૬/૭/ર૦ર૦ ના રોજ વાવ તાલુકાના ધરાધરા ગામના જગાભાઈ ભેમાભાઈ લુહારની ફરીયાદના આધારે વાવ તાલુકાના ધરાધરા ગામે જયેશ પટેલ બોગસ તબીબ (રહે.શંખેશ્વર, જી.પાટણ) નું સરનામું આપી ધરાધરા ગામે બોગસ તબીબની પ્રેક્ટીશ કરી લોકોને સહાયના નામે છેતરપીંડી કરી રહ્યા છે અને ધરાધરાના વિકલાંગ ફરીયાદી જગાભાઈ ભેમાભાઈ પટેલને રૂા.૧૦ લાખની વિકલાંગ સહાય આપવા પેટે રૂપિયા પ૦,૦૦૦ લઈ છેતરપીંડી કરેલ છે. જે બાબતે વાવ પી.એસ.આઈ. જાડેજા અને પોલીસ સ્ટાફે એક ટીમ રચી સી.સી.ટી.વી.ફુટેઝ, કોલ ડીટેલની આધારે ગતરોજ ધરાધરા તા.વાવ મુકામે જઈ રેડ કરતા બોગસ તબીબ ઝડપાઈ ગયો હતો.  જ્યારે તેનો અસલી ચહેરો જીતેન્દ્રપુરી બાબુપુરી ગૌસ્વામી (રહે.રખીયાલ, તા.માંડલ, જી.અમદાવાદ) હોવાનું બહાર આવ્યું હતું. તેની વધુ તપાસ હાથ ધરતાં તેતો ભારતભરના વિવિધ રાજ્યો અને વિવિધ જીલ્લાઓમાં ૧પ જગ્યાએ વિવિધ પ્રકારના ગુનાઓ આચર્યા હોવાનું બહાર આવતાં તેનું મેડીકલ ચેકઅપ કરાવી કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગ કરી આગળની તપાસ હાથ ધરાઈ છે. જાેકે બહારના જીલ્લાના આ બોગસ તબીબ સાથે કેટલાય અન્ય સાગરીતો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે જે બાબતે પોલીસ ઉલટ તપાસ હાથ ધરી આ બોગસ તબીબને મદદરૂપ થનાર દલાલોને પણ શબકનો પાઠ શીખવે તેવી લોકમાંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકની સંડોવણી વિના બહારનો વ્યક્તિ આવું સાહસ ના કરી શકે આ ગુનામાં કેટલાય લેભાગુ તત્વોના નામો પણ બહાર આવવાની શક્યતા જણાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.