પાલનપુર એલસીબી ની ટીમે 18 વર્ષ થી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા પોલીસવળા અક્ષયરાજ મકવાણા ની સૂચનાથી બનાસકાંઠા જીલ્લાના વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે એલસીબી ની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરી આરોપીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જે દરમિયાન એલસીબી ની ટીમે ગઈકાલે છાપી પોલીસ સ્ટેશનમાં અપરણના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી છાપી પોલીસને સોંપવામાં આવ્યો છે

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ.કે.ઝાલા અને પીએસઆઇ પી.એલ.આહીર એસ.બી.રાજગોર એસ.જે.પરમાર ના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઇ નેત્રમ  કે.ડી.રાજપુત તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના વિજયકુમાર .ચિરાગસિંહ. કનકસિંહ સહિતની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી   છાપી પોલીસ મથકે ફ.ગુના નં.૧૮/૨૦૦૬ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબના ગુનાના છેલ્લા 18 વર્ષથી નાસતા ફરતા આરોપી બાબુભાઈ અંબારામભાઈ પ્રજાપતિ ઉ.વ.૪૮ મુળ રહે – નાદોત્રા તા.વડગામ, જી.બનાસકાંઠા હાલ રહે- મહાવીર ચાર રસ્તા, ભીનમાલ (રાજસ્થાન) વાળાને પાલનપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે છાપી પોલીસને સોંપ્યો હતો આમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને છેલ્લા ૧૮ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા મળી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.