પાલનપુરમાંથી ચોરાયેલા બાઈક સાથે એક શખ્સ ઝડપાયો એક વર્ષ અગાઉ મોટરસાયકલ ની ચોરી થઈ હતી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ડેરી રોડ પરથી એક વર્ષ અગાઉ ચોરાયેલું મોટરસાયકલ ચોરી કરનાર શખ્સને વડગામ પોલીસે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવો ચિંતાજનક હદે વધી રહયા છે. ત્યારે મોટર સાઇકલ ચોરીનો ભેદ ઉકેલવામાં વડગામ પોલીસને સફળતા મળી છે. જેમાં વડગામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન શંકાસ્પદ મોટરસાયકલ સાથે શખ્સ ઝડપાયો હતો. જેની પાસેના મોટર સાયકની તપાસ કરતા તે મોટર સાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેની પૂછપરછ કરતા પોતે તેનું નામ મહેશભાઈ વીરસંગભાઈ ચૌધરી રહે.પેપર તા. વડગામ જેને એક વર્ષ અગાઉ આ મોટરસાયકલ પાલનપુર ડેરી રોડ પરથી ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે મોટરસાયકલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.