ડીસા તાલુકાના ખેટવા ગામે રામદેવપીર મંદિરના લાભાર્થ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ માં સિદ્ધાંબિકા ઇલેવન ટીમ વડાવલ નો વિજય થયો

વિજેતા ટીમ ને ચેમ્પિયન ટ્રોફી સાથે રૂપિયા 1.10 લાખની ઇનામી રાશી આપવામાં આવી: ડીસા તાલુકાના ખેટવા ગામે રામદેવપીર મંદિરના લાભાર્થે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ટીમોએ ભાગ લઈ ક્રિકેટ ટુર્નામેન્ટને રસપ્રદ બનાવી હતી ત્યારે ગત રોજ ગુરૂવાર ની રાત્રે ફાઇનલ મેચ રમાઇ હતી જેમાં સિદ્ધાંબિકા ઇલેવન ટીમ વડાવલ અને બનાસ લીઝ સદરપુર વચ્ચે ટક્કર થવા પામી હતી જેમાં બનાસ લીઝ સદરપુરે  ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું હતું,

સિદ્ધાંબિકા ઇલેવન ટીમ વડાવલ ની ટીમ પહેલી બેટિંગ કરતા 12 ઓવર મા 131 રન કર્યા હતા ત્યારે બનાસ લીજ સદરપુર ને 132 રન બનાવવાના હતા પરંતુ બનાસ લીઝ સદરપુર 111 રન બનાવી ઓલ આઉટ થઈ જતા ફાઇનલમાં સિદ્ધાંબિકા ઇલેવન વડાવલ  વિજેતા બની હતી વિજેતા ટીમને આયોજકો દ્વારા ટ્રોફી સહિત રૂપિયા 1.10 લાખ રોકડ પુરસ્કાર તરીકે આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બેસ્ટ બોલર બેસ્ટ બેસ્ટમેન મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ  આપવામાં આવી હતી  મોટી સંખ્યામાં ક્રિકેટ મેચ જોવા માટે ઉમટી પડેલા લોકો એ મોડી રાત સુધી ક્રિકેટની મજા માણી હતી આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન અરજણભાઇ રબારી સહિત ના ક્રિકેટ રસિકો દ્વારા કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.