સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમને સાઇબર ક્રાઇમની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

ગણતરીના કલાકોમાં જ ઝડપી લેતી સાયબર ક્રાઈમ ટીમ: સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી લોકો ધર્મ, જાતિ કે વ્યક્તિગત ટિપ્પણીઓ કરનારા ઓ માટે લાબબત્તી સમી ઘટના સામે આવી છે. જેમાં સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમને સાઇબર ક્રાઇમની ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ડૉ.જે.જે.ગામિત, નાયબ નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુરનાઓ ના માર્ગદર્શન હેઠળ એસ.કે. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા વી.બી.મકવાણા, પો.સબ. ઈન્સ. (વાયરલેસ) તથા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી દરમ્યાન તા.૨૧/૦૫/ ૨૦૨૪ ના રોજ ફરીયાદીએ સાયબર ક્રાઈમ પો.સ્ટે. પાલનપુર પાર્ટ-બી ગુરનં. ૦૭/૨૦૨૪ આઈટી એક્ટ કલમ ૬૭ મુજબના ગુનાના કામે અજાણ્યા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ધારકે ફરીયાદીના પરિવારજનો વિશે ખૂબ જ અભદ્ર અને ખરાબ શબ્દોમાં ટિપ્પણી (કોમેન્ટ) કરવા સંદર્ભેનો ગુનો નોંધાયેલ હતો.

જે ગુનાના કામે સોશિયલ મિડીયા સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ દ્વારા તે ગુનાના આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દીપક મહેન્દ્રસિંહ ગઢવી રહે. કર્મચારીનગર, હનુમાન ટેકરી, પાલનપુર તા.પાલનપુર વાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.