
છાપીમાં ૫૮ એકમો ઉપર આરોગ્ય વિભાગના દરોડા
વડગામ આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી આગેવાની હેઠળ આરોગ્ય વિભાગ ના વિવિધ કર્મચારીઓની ટિમો તેમજ છાપી, રજાેસણા, ભરકાવાડા ગ્રામ પંચાયતના કર્મીઓને સાથે રાખી વડગામના છાપી હાઇવે વિસ્તારમાં આવેલ હોટલો, રેસ્ટોરન્ટ, ખાણી પીણીના સ્ટોલો તેમજ પાર્લરો ઉપર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૫૮ એકમોની તપાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૯ જેટલા એકમોમાં વાસી ખોરાક, કિચનમાં ગંદગી તેમજ પાણીના ટાકાઓમાં પાણીજન્ય મચ્છરો મળી આવતા આ તમામ પાસે સ્થળ ઉપર નોટિસો આપી પંચાયત દ્રારા કુલ રૂ. ૨૩૩૦૦નો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગની ઓચિંતી તપાસને લઈ હોટલો સહિત ખાણી પીણીના એકમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા હોટલ એકતા રજાેસણાદ્ને નોટિસ આપી દંડ વસુલાતની કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત હોટલ એવન ગ્રીન રૂ. ૫૦૦, એવન પાર્ક રૂ. ૫૦૦, હોટલ નેશનલ પાર્ક રૂ. ૫૦૦, હોટલ ભાગ્યોદય રૂ. ૧૦૦૦, હોટલ શ્રીરામ રૂ. ૫૦૦, કર્ણાવતી દાબેલી રૂ. ૨૦૦, ન્યુ લક્કી બીરિયાની રૂ. ૧૦૦૦, બોમ્બે બીરિયાની રૂ. ૧૧૦૦,ફૂડ પોઇન્ટ રૂ. ૨૦૦૦, હોટલ તાજ રૂ. ૫૦૦, તાજ નાસ્તા હાઉસ રૂ. ૧૦૦૦, ટેસ્ટી નાસ્તા હાઉસ રૂ. ૧૦૦૦,મરકજ ફ્રાય સેન્ટર રૂ. ૫૦૦, સુરતી બીરિયાની રૂ. ૧૦૦૦,અમી સ્વીટ રૂ. ૧૦૦૦, અમી રેસ્ટોરન્ટ રૂ. ૧૫૦૦, હોટલ શિવશક્તિ રૂ. ૩૦૦૦, હોટલ અપ્સરા રૂ. ૫૦૦નો દંડ વસુલાયો હતો.