ડીસા કોલેજમાં સ્વ: પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024 ની ફાઈનલ મેચ યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

સ્વર્ગસ્થ પરાગભાઈ પટેલ શ્રદ્ધાંજલિ ક્રિકેટ ફેકલ્ટી ટુર્નામેન્ટ 2024ની ફાઇનલ મેચ સરદાર પટેલ હાઇસ્કુલ ડીસા અને ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાની એ ટીમ વચ્ચે  યોજાઇ ,જેમાં સરદાર પટેલ હાઇસ્કુલની ટીમ વિજેતા જાહેર થયેલ .આ ટુર્નામેન્ટમાં સરદાર પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ ટીમ,  ડી.એન.પી આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજ સ્ટાફ ‘ A’ ટીમ એચ જે પ્રાથમિક વિભાગ સ્ટાફ ટીમ, બી.બી.એ-બી.એસ.સી સ્ટાફ ટીમ , ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સ્ટાફ ‘B’  ટીમ  એમ પાંચ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો .આ ટુર્નામેન્ટ નોકઆઉટ પધ્ધતિથી રમાડવામાં આવી.આ ટૂર્નામેન્ટમાં ફકત સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના કર્મચારી મિત્રો જ ભાગ લીધો.

આ ટુર્નામેન્ટમાં ટીમોને પ્રોત્સાહિત કરવા નિયામક શ્રી છગનભાઈ પટેલ, કે એમ પટેલ,કોલેજના પ્રિન્સિપાલશ્રી રાજુભાઈ રબારી,સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સીપાલશ્રી નાનજીભાઈ ખરસાણ ,બી.સી. એ કોલેજના પ્રિન્સિપાલ હિતેશભાઈ મૈંઢ ,એચ.જે પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલશ્રી મુકેશભાઈ પટેલ, શહેરના અગ્રણી પ્રવીણકાકા જયસ્વાલ, આ શાળાના વ્યાયામ શિક્ષક રાહુલભાઈ પરમાર અને સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની જુદી જુદી સંસ્થાઓના સ્ટાફમિત્રો હાજર રહેલ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.