રાયડાના ઉત્પાદન માર્કેટયાર્ડમાં ગતવર્ષ કરતાં ભાવ 50થી ઓછો સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગણી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જીલ્લામાં રાયડાની ઉત્પાદન શરુ થઇ છે. જોકે, સિઝન દરમિયાન પડેલા કમોસમી વરસાદ, મોલો- મચ્છીના કારણે રોગચાળો આવતાં 50 ટકા ઉત્પાદન ઘટી રહ્યુ છે. સિઝન દરમિયાન કમોસમી વરસાદ,મોલો- મચ્છીના ઉપદ્રવની અસરથી નુકસાન વીઘા જમીનમાંથી 10 બોરી રાયડાના ઉત્પાદન સામે માત્ર 4 થી 5 બોરી મળી રહી છે

પાલનપુર,વડગામ,દાંતા,દાંતીવાડા,અમીરગઢ સહિતના જિલ્લાઓમાં કુલ 1.63 લાખ હેકટરમાં રાયડાનું વાવેતર કરાયું હતુ. જેની કાપણી શરૂ થઇ છે. જોકે, સિઝન દરમિયાન વારંવાર કમોસમી વરસાદ અને અંતિમ તબક્કામાં મોલો – મચ્છીના કારણે રોગચાળો આવતાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખેડૂતોએ જણાવ્યું હતુ કે, એક વીઘા જમીનમાંથી 10 બોરી રાયડાનું ઉત્પાદન થાય છે. જોકે, આ વખતે માત્ર 4 થી 5 બોરીઓ રાયડો થયો છે. માર્કેટયાર્ડમાં ગતવર્ષ કરતાં ભાવ પણ 50થી ઓછો મળી રહ્યો હોઇ ખેડૂતોએ વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગણી છે.

10 બોરી રાયડાનું ઉત્પાદન થાય છે. જોકે, આ વખતે માત્ર 4 થી 5 બોરીઓ રાયડો થયો છે. માર્કેટયાર્ડમાં ગતવર્ષ કરતાં ભાવ પણ 50થી ઓછો મળી રહ્યો હોઇ ખેડૂતોએ વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. સરકાર ટેકાના ભાવ જાહેર કરે તેવી માંગણી છે.

આ વર્ષે રવિ સિઝનના વાવેતર પછી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, સતત વાદળછાયું વાવાવરણ, રોગચાળાના કારણે રાયડાના છોડ ઢળી પડ્યા હતા. ફળીઓ કાળી પડી ગઇ હતી. દાણાનો વિકાસ થયો નથી. દાણો તેલ વિનાનો લુખો અને નાનો થઇ ગયો હોવાથી વજન થતું નથી. જેથી ભાવ તૂટી રહ્યા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.