જીરા માં તેજી : ખેડૂતોને એક બોરી જીરા ના ભાવ 25 હજાર રૂપિયા | વિપરીત વાતાવરણ વચ્ચે જીરાના ઉત્પાદનમાં ફટકો

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માર્કેટયાર્ડમાં નવા જીરા ના ભાવ પ્રતિમણ 4400  થી 5165 રૂપિયા મળતા ખુશી નો માહોલ

ગત વર્ષ કરતાં જીરાના ભાવ માં વધારો થયો પરંતુ ઉત્પાદન માં ધટાડો થયો : ખેડૂતો

બનાસકાંઠા જિલ્લામાં જીરાનું 51263 હેકટર વિસ્તારમાં વાવેતર સૌથી વધુ વાવ તાલુકામાં વાવેતર થયું

ડીસા તાલુકામાં ,834 હેકટર વિસ્તારમાં જીરાનું વાવેતર: ઉત્તર ગુજરાતના ઊંઝા બાદ બીજા નંબરનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડમાં નવા જીરા ની આવક ની  શરૂઆત થઇ છે ડીસા તાલુકામાં 978 હેક્ટર જમીનમાં જીરુંનું વાવેતર થયેલ છે ત્યારે જીરું નો પાક લેવાની શરૂઆત થતાં ડીસા માર્કેટયાર્ડમાં પણ જીરૂની આવક શરૂ થઇ ગઇ છે ઉપરાંત ડીસાને અડીને આવેલા રાજસ્થાન રાજ્ય મા તથા સરહદી તાલુકાઓ ના વિસ્તારમાં જીરા નુ વાવેતર થયેલ જોવા મળી રહ્યું છે જેથી રાજસ્થાન તથા સરહદી વિસ્તારના ખેડૂતો પણ ડીસા માં જીરુંનું વેપાર કરવા આવતા હોવાથી શરૂઆતમાં જીરાની સારી આવક નોંધાઇ રહી છે ત્યારે હજુ આગામી સમયમાં જીરા ની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ રહેલી છે  ડીસા માર્કેટયાર્ડ માં મંગળવારે ૧૪૦ બોરી જીરા ની આવક જોવા મળી હતી અને ખેડૂતોને પણ ભાવ સારા મળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જો આ વર્ષે વિપરીત હવામાન ના પગલે જીરાની આવકમાં ઘટાડો નોંધાયો છે આ ઉપરાંત થોડા સમય પૂર્વે થયેલા કમોસમી વરસાદના કારણે જીરા જેવા પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું.

ગત વર્ષ કરતા આ વર્ષે જીરુ ના ઉત્પાદન માં ફટકો પડયો : ખેડૂતો અંગે કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે આ વર્ષે વિપરીત હવામાનના કારણે રવિ સિઝનના તમામ પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે તેની સાથે જીરાના પાકને પણ ચાલુ વર્ષે વાતાવરણની વિપરીત અસર વચ્ચે જીરુંના પાકમાં નોંધપાત્ર ઘટાડો થયાના અહેવાલો મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા સહિત રાજસ્થાનના કેટલાક ભાગોમાં જીરૂના પાકો માં રોગોની અસર ના કારણે ઉત્પાદનમાં મોટો ફટકો પડ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ વર્ષે જીરાના પ્રતિમણ ના ભાવ 4500 થી 5000 ઉપર ના જોવા મળી રહ્યા છે: આ વર્ષ જીરા નુ ઉત્પાદન ઘટ્યું પરંતુ જીરુંના પાક ના ગત વર્ષ કરતા આ વર્ષે ખૂબ સારા ભાવો મળી રહ્યા છે ડીસા માર્કેટ યાર્ડમાં મંગળવારે જીરાની 140 બોરી ની આવક સાથે ખેડૂતોને જીરામાં ઊંચામાં ઊંચો ભાવ 5136 મળ્યો હતો જ્યારે નીચો ભાવ 4400 રૂપિયા જોવા મળ્યો હતો આમ આ વર્ષે ખેડૂતોને જીરાના ભાવ સારા મળતા ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

બનાસકાંઠા જિલ્લામાં જીરા નું વાવેતર

તાલુકો     –    વાવેતર હેક્ટરમાં

ભાભર  –      251

દાંતીવાડા –  288

ડીસા     –    834

દિયોદર  –   732

ધાનેરા   –    193

કાંકરેજ  –   3908

લાખણી   –  231

પાલનપુર  –   65

સુઈગામ  –  5153

થરાદ    –    10945

વાવ     –    28663


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.