ધાનેરા બાદ થરાદમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો રોડ શો યોજાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના અંતિમ દિવસોમાં ભાજપ-કોંગ્રેસ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા થરાદ શહેરમાં રોડ યોજી શક્તિ પ્રદર્શન કરાયું હતું. થરાદ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો યોજી મતદારો પાસે મત માંગ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા બાદ કોંગ્રેસ દ્વારા આજરોજ થરાદ શહેરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. થરાદના ચાર રસ્તા ખાતેથી રોડ શોનો પ્રારંભ કરાયો હતો. જે વિવિધ વિસ્તારોમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક કોંગ્રેસના આગેવાનો રોડ શોમાં સાથે જોવા મળ્યા હતા.

મોટી સંખ્યામાં બાઈક અને પગપાળા કાર્યકર્તાઓ દ્વારા રેલી નીકાળી કોંગ્રેસને વોટ આપવા અપીલ પણ કરવામાં આવી હતી. ગેનીબેન ઠાકોરે વિવિધ ચોકમાં પ્રતિમાઓને ફુલહાર પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ રેલીમાં જોડાઈ સમર્થન આપ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.