કુદરતી સૌંદર્યની વચ્ચે સરસ્વતી નદીના સ્થળે કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર ભારતમાં જ્યાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લોકો મહાદેવ શિવની આરાધના અને પૂજાનો લાભ લેવા માટે મહાદેવના મંદિરોમાં ભારી ભીડ જોવા મળી રહી છે. અરાવલીની ગિરીમાળાઓમાં વિરાજમાન મા અંબાના ધામમાં પણ લોકોની ભગવાન શિવના પ્રતિ જે આસ્થા છે તે જોવા મળી રહી છે. લોકોની ભગવાન શિવના પ્રતિ આસ્થા યાત્રાધામ અંબાજીમાં પણ જોવા મળી રહી છે. અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ ખાતે ભગવાન શિવની ભક્તિમાં ભક્તો લિન જોવા મળ્યા હતા. ભગવાન શિવનું મંદિર કોટેશ્વરધામ હર હર મહાદેવથી ગુંજી ઉઠ્યું હતું.અંબાજીથી 6 કિલોમીટરના અંતરાલે કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. કોટેશ્વર મહાદેવના મંદિરના આજુબાજુમાં અલોકીક અને અધભુત સૌંદર્ય જોવા મળે છે અને કુદરતી રૂપે મા સરસ્વતી નદીનું પ્રવાહ મંદિરની મહિમા વધારે છે. પવિત્ર શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી મહાદેવના ભક્તો આવતા હોય છે. કોટેશ્વર મહાદેવની પવિત્ર શ્રાવણ માસની વિશેષ પૂજા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

કુદરતી સૌંદર્યની વચ્ચે સરસ્વતી નદીના સ્થળે કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે
શક્તિની નગરી શક્તિપીઠ અંબાજી નજીક આવેલા કોટેશ્વર મહાદેવ પ્રાકૃતિક અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન કોટેશ્વર મહાદેવ એક અલૌકિક અને અદભુત સ્થળ સાથે સાથે ભક્તિ અને આસ્થાનું પણ કેન્દ્ર છે. ત્યારે આજે સોમવારના દિવસે મોટી સંખ્યામાં શિવના ભક્તો મહાદેવની વિશેષ પૂજા અર્ચના અને મહાદેવ પર જલાભિષેક કરવા માટે પહોંચ્યા હતા. દેવોના દેવ મહાદેવની આરાધના કરી ભક્તો ધન્ય થયા હતા. ભક્તો કોટેશ્વર મહાદેવના પ્રતી એક અતૂટ બંધન અને વિશ્વાસ સાથે અહીં આવતા હોય છે.


સરસ્વતી નદીના ઉદગમ સ્થળ પર વિરાજમાન દેવોના દેવ મહાદેવ કોટેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. ત્યાં દૂર દૂરથી ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્ય થતા હોય છે. તો સાથે સાથે મંદિર નજીક સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ આવેલું છે. ત્યાં ભક્તો કુદરતી અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સરસતી નદીથી જળ લઈ મહાદેવ પર જલાભિષેક કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. તો સાથે સાથે નદીના ઉદગમસ્થળ અને કોટેશ્વર મહાદેવ મંદિર પર સરસ્તી નદીના ચારકુંડ પણ આવેલા છે. ત્યાં ભક્તો સ્નાન કરી મહાદેવની આરાધના કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.