
અમીરગઢ નજીક ભૂસુ ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો
અમીરગઢ : અમીરગઢનાં બંધનાં પાટિયા નજીક ભુસુ ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો હતો. ભુસુ ભરેલ ટ્રક રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી હતી આવલ બંધનાં પાટિયા નજીક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા એકઠાં થયેલાં લોકોએ ચાલકોને સહીસલામત બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળાં ઉમટી
પડ્યા હતાં. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રફિક જામ થઈ ગયો હતો.