દિયોદરમાં સ્કૂલે જવા નીકળેલા શિક્ષક ડમ્પર નીચે આવી જતાં મોતને ભેટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર જેતડા ચોકડી પાસે વારંવાર અકસ્માતો ની હાળમાળા થઈ રહી છે. ત્યારે  બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાંથી એક કાળજુ કંપાવતી અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે ઘરેથી બાઇક લઇને સ્કૂલે જવા નીકળેલા શિક્ષક સ્કૂલે પહોંચે એ પહેલાં જ ડમ્પર નીચે આવી જતાં મોતને ભેટ્યા હતા. આ ગોઝારા અકસ્માતની ઘટનાના આજે સીસીટીવી સામે આવ્યા છે.

વારંવાર અકસ્માત ના કેન્દ્ર બિંદુ સમાન દિયોદર જેતડા ચોકડી નજીક એક બાઈક અને  ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો  જેમાં બાઈક ચાલકને  ઇજા પહોંચતા  108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રાથમિક સારવાર આપી વધારે ઇજા હોઇ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા જયાં સારવાર દરમિયાન બાઇક ચાલક રાંટીલા ગામના વતની અને રાટીલા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ સુબાભાઈ રાજપુત (ઉ.વ૩૩)  નું કરૂણ મોત નિપજયું હતું.

ત્રણ પુત્રીઓ ના પિતા ની આમ અચાનક વિદાય થતાં પરિવાર પરિવાર ઉપર આફતના વાદળો ઘેરાયા છે.શિક્ષક પરિવાર ના સદસ્ય નો બનાવ બનતાં દિયોદર તાલુકાના શિક્ષકોમાં શોકની લાગણી વ્યાપી છે. મોટી સંખ્યામાં શિક્ષક ગણ દિયોદર રેફરલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, સ્વ.સ્મશાન યાત્રા માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.