દિયોદરના નોખા ગામના રામ ભક્ત અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદરના નોખા ગામના રામ ભક્ત રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતાં તેમનું મોત નિપજ્યું હતું. મૃતદેહને વિમાન મારફતે લખનઉથી અમદાવાદ અને ત્યાંથી દિયોદર નોખા ગામે લાવવામાં આવશે.

દિયોદર તાલુકાના ભાજપના સંગઠિત કાર્યકરો 9 ફેબ્રુઆરીના રોજ પાલનપુરથી અયોધ્યા રેલ્વે મારફતે રામલલ્લાના દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે રવિવારે સવારમાં અયોધ્યા રામ મંદિરમાં પહોંચી મંદિરમાં દર્શન કરી પરત આવતા હતા તે દરમિયાન આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા નોખા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર (55) ઢળી પડ્યા હતા. ત્યારે ગામના આસપાસના દર્શનાર્થીઓ તાત્કાલિક અયોધ્યામાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા સાથી રામ ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે મૃતકના સમાચાર વાયુવેગે વતન દિયોદર નોખા ગામમાં મળતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે વિમાન મારફતે લખનઉથી અમદાવાદ અને ત્યારબાદ દિયોદર નોખા ગામે તેમનો મૃતદેહ લાવવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.