
પાલનપુરના ચિત્રાસણી હાઇવે પર ખાનગી બસને અકસ્માત નડ્યો
બનાસકાંઠામાં અકસ્માતનો સિલસિલો યથાવત જાેવા મળી રહ્યો છે. જ્યારે ગઈકાલે વહેલી સવારે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે રાજસ્થાનથી અમદાવાદ ખાનગી બસ જઇ રહી હતી. ચિત્રાસની નજીક ખાનગી બસ એક ટ્રકના પાછળ ચાલી રહી હતી. તે દરમ્યાન આગળ જતા ટ્રકે અચાનક બ્રેક મારતા ખાનગી બસને અકસ્માત નડવા પામ્યો હતો. આગળ ચાલી રહેલા ટ્રકે બ્રેક મારતા અકસ્માત થતા જ ખાનગી બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. તેથી બસમાં રહેલ મુસાફરો ચિસમચીસ ગભરાઈ ગયેલા મુસાફરોએ ચીસમચીસ કરવા લાગ્યા હતા. છતાં સદનસીબે કોઈ જાનહાની થતા અટકી ગઈ હતી. તેથી બસ માં રહેલ ૪૫ મુસાફરોનો આબાદ બચાવ થઇ ગયો હતો. અકસ્માત થતા હાઇવે ઉપર લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ કોઈ જાનહાની ના થતા બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.