
બનાસકાંઠા જિલ્લાનો હિરા ઉઘોગ કોરોના વાયરસની ઝપટે ચડ્યો
રખેવાળ ન્યુઝ ૫ાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લાનો એક માત્ર હિરા ઉધોગ વર્તમાન સમયે મંદિનો માર સહન કરી રહ્યો છે. ત્યાં અધુરામાં પુરૂ ચાઇનામાં કોહરામ મચાવનાર કોરોના વાયરસની અસરથી કાચા માલની અછત ઉભી થવા લાગતાં રત્ન કલાકારો માટે પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જો આવી સ્થિતિ લાંબો સમય ચાલે તો મોટાભાગના કારખાના કાચા માલના અભાવે બંધ થઇ જાય તેવી ભયંકર સ્થિતિની ભિતી સેવાઇ રહી છે.
સરહદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સહિત તાલુકા મથકે હિરા ઉધોગ ધમધમી રહ્યો છે. રત્ન કલાકારો હિરા ઘસી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે, છેલ્લા એક દસકાથી હિરા ઉઘોગ ઉપર મંદીનું ગ્રહણ લાગ્યું છે. મોટાભાગના કારખાના બંધ થઇ ગયા છે. રત્ન કલાકારો પણ પોતાના વ્યવસાયિક પરંપરાના ધંધા -રોજગાર અપનાવી લીધા છે. આવી સ્થિતિમાં વર્તમાન સમયે જે કારખાના બચ્યા છે. તે પણ ચાઇનાના કોરોના વાઇરસની ઝપટે આવવાના શરૂ થઇ ગયા છે. જો આવી સ્થિતિ લાંબો સમય ચાલે તો મોટાભાગના કારખાના કાચા માલના અભાવે બંધ થઇ જાય તેવી ભયંકર સ્થિતિની ભિતી સેવાઇ રહી છે.