
મેઘરજના એક ગામની સીમમાં ઝાડ પર દુપટ્ટો બાંધી યુવક-યુવતીએ જીવન ટૂંકાવ્યું
કોઈપણ વ્યક્તિને પોતાના કામકાજમાં કે અન્ય કોઈ બાબતે સફળતા ન મળે તો એનો વિકલ્પ આત્મહત્યા નથી. સફળતા માટે ફરી પ્રયત્નો કરવા જોઈએ. ત્યારે મેઘરજ તાલુકામાં પ્રેમમાં નિષ્ફળ જતાં એક યુવકે આત્મહત્યા કરી લીધી છે. મેઘરજ તાલુકાના લાલોડિયા (ખોખરા) ગામે યુવક-યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવી હતી. તેને લઈ ગામની સીમમાં ટોળેટોળાં થઈ ગયા હતા. લાશની ઓળખ થતાં છોકરી તે ગામની જ છે તેમ જાણવા મળ્યું હતું. છોકરો મહીસાગરનો વતની છે.
ઘરના લોકોને પ્રેમ મંજૂર નહોતો
છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે પ્રેમ સબંધ હતો પણ બંનેનો પ્રેમ ઘરના લોકોને મંજૂર નહોતો. પ્રેમમાં સફળ નહીં થવાય એમ માની બંનેએ જીવન ટૂંકાવ્યું હતું. પ્રેમિકાના ગામની સીમમાં જ ઝાડ પર દુપટ્ટો બાંધીને બંનેએ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.