
આગામી 13 અને 14 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ
હાલ ચોમાસુ જાણે બારે માસ ચાલતું હોય એવી હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવે છે અને એ મુજબ વરસાદ પણ આવતો હોય છે. ત્યારે આગામી 13 અને 14 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આ માર્ચ મહિનામાં હવામાન વિભાગે ત્રણવાર માવઠું થવાની આગાહી કરી અને અરવલ્લી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો પણ છે. જેના કારણે ખેતરમાં ઉભા પાક નષ્ટ થયા છે. ત્યારે હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે.
આગામી 13 અને 14 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે મોડાસા માર્કેટયાર્ડ સત્તાધીશો દ્વારા ખેડૂતોને પોતાના ઉત્પાદિત અનાજને ઢાંકીને લાવવા અને બીજા ખેત પેદાશોને પણ પાલળે નહીં એ રીતે સુરક્ષિત રાખવા મેસેજ કરાયા છે. જેથી ખેડૂત સતર્ક રહે અને મહા મહેનતે પકવેલું અનાજ સુરક્ષિત રહે આમ મોડાસા માર્કેટયાર્ડના સરાહનીય ચેતવણીરૂપ મેસેજની ચારેકોર પ્રશંસા થઈ રહી છે.